
કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને અદા શર્મા સ્ટારર ફિલ્મ ધ કેરલા સ્ટોરીને દૂરદર્શન ચેનલ પર પ્રસારિત કરવાનો ઈનકાર કર્યો છે. એટલું જ નહીં દૂરદર્શનને વિવાદાસ્પદ ફિલ્મનું સ્ક્રીનિંગ પરત ખેંચવાની અપીલ કરી છે. તેમજ વધુમાં કહ્યું કે, લોકસભા ચૂંટણી પહેલા આ ફિલ્મથી સાંપ્રદાયિક તણાવ વધશે.
આ ઉપરાંત કેરળના કોંગ્રેસ નેતા અને વિધાનસભામાં વિપક્ષ નેતા વીડી સતીશને પણ ચૂંટણી પંચે એક પત્ર લખીને ફિલ્મ ધ કેરલા સ્ટોરીને દૂરદર્શન પર બતાવના નિર્ણયને પરત લેવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે, દૂરદર્શને શુક્રવારે સાંજે 8 વાગ્યે ફિલ્મનું પ્રસારણ કરવાનું નક્કી કર્યું છે.
મુખ્યમંત્રી પિનારાઈ 4 એપ્રિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કરીને દૂરદર્શનને રોકવા માટે વિનંતી કરી છે. વિવાદિત ફિલ્મ ધ કેરલા સ્ટોરીને દૂરદર્શન પર બતાવનો નિર્ણય ખૂબ જ નિંદનીય છે. રાષ્ટ્રીય સમાચાર પ્રસારણકર્તાએ બીજેપી અને આરએસએસ માટે પ્રચાર મશીન ન બનવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે અદા શર્મા ગયા વર્ષે મે મહિનામાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેના એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' વિવિધ સમુદાયોની છોકરીઓના ઈસ્લામમાં ધર્મપરિવર્તન અને ISISમાં જોડાવા પર આધારિત છે. આ ફિલ્મ 4 છોકરીઓના જીવન પર આધારિત છે. જોકે, આ ફિલ્મને લઈને ઘણો વિવાદ થયો હતો.