
UP NEWS: ઘણા સમયથી સાસરીમાં રહેતા જમાઈને જ્યારે સસરાએ તેના ઘરે જવાનું કહ્યું તો આ સાંભળીને જમાઈ એટલો ગુસ્સે થઈ ગયો કે તેણે સસરાને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો. ગુનો કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. માહિતી મળતાં જ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને મૃતકની પત્નીની ફરિયાદના આધારે આરોપી જમાઈ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
મામલો બિસંડા પોલીસ સ્ટેશન વિસ્તારના બરૌલી ગામનો છે. જ્યાં રહેતા સિદ્ધુવાનો તેના જમાઈ શૈલેન્દ્ર સાથે ઝઘડો થયો હતો, જેના પર સસરા સિદ્ધુવાએ જમાઈને તેના ઘરે જવાનું કહ્યું હતું. આથી ગુસ્સે થઈને જમાઈએ લાતો અને મુક્કા મારવાનું શરૂ કર્યું. અવાજ સાંભળીને પરિવારના સભ્યો આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં સિદ્ધુવા ખરાબ રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.
પરિવાર તેને હોસ્પિટલ લઈ ગયો, જ્યાંથી ડોક્ટરોએ તેને જિલ્લા હોસ્પિટલમાં રેફર કર્યો. જિલ્લા હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મોતના સમાચાર મળતા જ પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
પરિવારજનોએ જણાવ્યું કે, સિદ્ધુવાએ તેની પુત્રી સંગમના લગ્ન આરોપી શૈલેન્દ્ર સાથે 6 વર્ષ પહેલા કર્યા હતા. શૈલેન્દ્ર દીકરી સંગમને તેના ઘરમાં ટોર્ચર કરતો હતો. તેને મારતો હતો, જેના કારણે સંગમ પિયર આવી ગઈ હતી અને છેલ્લા 3 વર્ષથી ત્યાં જ રહેતી હતી.