Home / India : The terrorist released during the Kandahar hijack carried out the Pahalgam attack

કંદહાર હાઈજેક વખતે છોડેલા આતંકીએ જ કરાવ્યો પહેલગામ હુમલો, NIA તપાસમાં થયો મોટો ખુલાસો

કંદહાર હાઈજેક વખતે છોડેલા આતંકીએ જ કરાવ્યો પહેલગામ હુમલો, NIA તપાસમાં થયો મોટો ખુલાસો

પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને એક મોટો સંકેત મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી NIA એ આ હુમલા પાછળ અલ ઉમર મુજાહિદ્દીનના વડા મુશ્તાક અહેમદ જરગર માસ્ટર માઈન્ડ હોવાનો દાવો કર્યો છે. NIA તપાસમાં જાણવા મળ્યું છે કે, તેના સમર્થકોએ પહેલગામ હુમલાના ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGW) ને મદદ કરી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કોણ છે મુશ્તાક અહેમદ જરગર?

મુશ્તાક અહેમદ જરગર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ઓપરેશનલ કમાન્ડર છે અને 2019ના પુલવામા હુમલાનો આરોપી પણ છે. મુશ્તાક જરગરને કંદહાર હાઇજેકિંગ ઘટનામાં મૌલાના મસૂદ અઝહર સાથે મુક્ત કરવામાં આવ્યો હતો. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, મુશ્તાક જરગર હાલમાં પાકિસ્તાનમાં છે, પરંતુ શ્રીનગરનો હોવાથી, તેમનો ઓવરગ્રાઉન્ડ કાર્યકરો અને તેમના સમર્થકોમાં પ્રભાવ હોવાનું કહેવાય છે. એટલા માટે પહેલગામ આતંકવાદી હુમલામાં જરગરની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

NIA એ 2023 માં જરગરનું ઘર કર્યું હતું જપ્ત

જરગરના આતંકવાદી સંગઠન પર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને 2023 માં NIA દ્વારા તેનું ઘર જપ્ત કરવામાં આવ્યું હતું. 

કંદહાર પ્લેન હાઇજેકની ઘટના ક્યારે બની?

1999માં નેપાળથી ઇન્ડિયન એરલાઇન્સનું પ્લેન હાઇજેક કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓ તેને કાઠમંડુથી વાયા અમૃતસર થઈને લાહોર અને પછી અફઘાનિસ્તાનના કંદહાર લઈ ગયા હતા. આ પ્લેનમાં 178 મુસાફરો સવાર હતા. આ મુસાફરોના બદલામાં આતંકવાદીઓએ મૌલાના મસૂદ અઝહર સહિત 3 આતંકવાદીઓને છોડવાની શરત રાખી હતી. 
 
આતંકવાદીઓએ એક અઠવાડિયા સુધી પ્લેન હાઇજેક કરીને રાખ્યું હતું. તત્કાલીન અટલ બિહારી વાજપેયી સરકારે મુસાફરોના જીવ બચાવવા માટે ત્રણેય આતંકવાદીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. આમાં મૌલાના મસૂદ અઝહર, મુશ્તાક અહેમદ જરગર અને અહેમદ ઓમર સઈદ શેખનો સમાવેશ થાય છે. 

આ આતંકવાદીઓને ખાસ પ્લેન દ્વારા કંદહાર લઈ જવામાં આવ્યા હતા. આ જ મસૂદ અઝહરે 2000માં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની રચના કરી હતી.

Related News

Icon