
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેના (શિંદે જૂથ) ના વડા એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. શિવસેનાના 59મા સ્થાપના દિવસ પર ગુરુવારે વર્લીમાં ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ઠાકરે ધીરજ ગુમાવી ચૂક્યા છે, જેના કારણે લોકોએ તેમને નકારી કાઢતા તેમની પાર્ટીને ફક્ત 20 બેઠકો મળી. ઠાકરે 'હિન્દુત્વના દેશદ્રોહી' છે. શિંદેએ કહ્યું કે સત્તાના લોભમાં તેમણે બાળા સાહેબ ઠાકરેના વિચારો સાથે સમાધાન કર્યું.
અંગ્રેજી ફિલ્મ જોઈને 'કિલ મી' જેવા ડાયલોગ્સ બોલે છે
શિંદેએ ઉદ્ધવ પર હનુમાન ચાલીસા વાંચનારા લોકોને જેલમાં મોકલવાનો અને બીએમસીમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. જેમાં ખીચડી કૌભાંડ, બોડી બેગ અને મીઠી નદીના કાંપ જેવા મામલાઓનો સમાવેશ થાય છે. કઈ કઈ વસ્તુઓમાંથી પૈસા ખાઓ છો? મીઠી નદીના મગરના જડબામાંથી કોઈ બચી શકતું નથી.' શિંદેએ દાવો કર્યો હતો કે તેમની સરકારે બાળા સાહેબનું સપનું - "અયોધ્યામાં રામ મંદિર અને કલમ 370 દૂર કરવી" પૂરા કર્યા છે. બીજી બાજુ ઉદ્ધવ ઠાકરે એવું લાગે છે કે અંગ્રેજી ફિલ્મ જોઈને 'કિલ મી' જેવા ડાયલોગ્સ બોલે છે.પરિસ્થિતિ એવી બની ગઈ છે કે હવે તેમને મનસે સાથે ગઠબંધન કરવું પડી રહ્યું છે. જે મરેલો પડ્યો છે, તેને શું મારવો?
સિંહનું ચામડું ઓઢવાથી કોઈ સિંહ ના બની શકે
એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેને છોડવાના કોઈ મૂડમાં નથી. શિંદે કહ્યું કે 'સિંહનું ચામડું ઓઢી લેવાથી કોઈ સિંહ નથી બનતું, પોતાના કાંડામાં તાકાત હોવી જોઈએ. ફક્ત હવામાં વાતો ના કરો.' તેમણે ઈશારામાં કહ્યું, 'અમારા કામમાં દખલ ન કરો. તમારી બગ્ગી પલટી ગઈ છે અને ઘોડા અમે ભગાવી ગયા છીએ. અમે બાળા સાહેબ ઠાકરેના સાચા શિવસૈનિક છીએ. અમે કોઈને છેડતા નથી, અને જે અમને છેડે તેને અમે છોડતા પણ નથી!'
બાળા સાહેબ તેમનું કોર્ટ માર્શલ કરતા
રાહુલ ગાંધી પર હુમલો કરતા શિંદેએ કહ્યું કે આજે રાહુલ ગાંધીની પાકિસ્તાનમાં જબરદસ્ત લોકપ્રિયતા છે. આ દેશભક્તિ નથી, દેશદ્રોહ છે. શું તમે પાકિસ્તાનથી 'નિશાન-એ-પાકિસ્તાન' ઇચ્છો છો?" શિંદેએ રાહુલને 'પાકિસ્તાનના હીરો, ભારતમાં શૂન્ય' ગણાવ્યા. તેમણે કહ્યું કે જો બાલા સાહેબ ત્યાં હોત, તો તેઓ તેમનું 'કોર્ટ-માર્શલ' કરી દેતા.