Home / India : 'There was a stampede at Mahakumbh too, Karnataka CM Siddaramaiah

'મહાકુંભમાં પણ નાસભાગ મચી હતી, બેંગલુરુની ઘટના માટે ક્રિકેટ એસો. જવાબદાર',કર્ણાટકના CM સિદ્ધારમૈયા 

'મહાકુંભમાં પણ નાસભાગ મચી હતી, બેંગલુરુની ઘટના માટે ક્રિકેટ એસો. જવાબદાર',કર્ણાટકના CM સિદ્ધારમૈયા 

Bangaluru stampede News : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગની ઘટના માટે ક્રિકેટ એસોસિએશનને જવાબદાર ઠેરવ્યું. આવી ઘટના અંગે પણ રાજકારણ કરતાં ભાજપના પ્રશ્નોનો જવાબ આપતા કર્ણાટક સીએમએ કહ્યું કે મહાકુંભ દરમિયાન પણ નાસભાગ થઈ હતી. આવી ઘટનાઓ પર રાજકારણ ન કરવું જોઈએ. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જુઓ શું બોલ્યા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા 
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના IPL વિજયની ઉજવણી દરમિયાન મચેલી નાસભાગની ઘટનાને અણધારી દુર્ઘટના ગણાવી હતી. જેમાં 11 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના વિશે માહિતી આપતા મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું કે  'સરકાર અને ક્રિકેટ એસોસિએશને વિજય પરેડનું આયોજન કર્યું હતું. કોઈએ આવી દુર્ઘટનાની કલ્પના પણ નહોતી કરી. પરંતુ 35 હજારની ક્ષમતાવાળા સ્ટેડિયમની બહાર 3-4 લાખ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.'

નાસભાગ થવાનું કારણ જણાવ્યું  
સીએમ સિદ્ધારમૈયાએ X પર એક પોસ્ટમાં લખ્યું કે, 'આ દુર્ઘટનાની પીડાએ જીતનો આનંદ ફિક્કો પડી ગયો છે. ' આ ઘટના બુધવારે સાંજે બની હતી જ્યારે હજારો ચાહકો સ્ટેડિયમની બહાર RCBની બહુપ્રતિક્ષિત IPL જીતની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. ભીડ વ્યવસ્થાપન અંગે પહેલાથી જ ચિંતાઓ હતી, પરંતુ વધુ પડતી ભીડને કારણે નાસભાગ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે 11 લોકોના મોત થયા હતા.

 

Related News

Icon