
અમેરિકાથી 112 ગેરકાયદે વસાહતીઓને લઈને આવનારું પ્લેન આજે અમૃતસરમાં ઉતર્યું છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સત્તા સાંભળતાની સાથે જ ગેરકાયદે વસાહતીઓ પર ત્રાટકવાનું શરૂ કર્યુ છે. ગેરકાયદે વસાહતીઓને વીણીવીણીને તેમના દેશમાં મોકલવામાં આવી રહ્યા છે. અમેરિકાથી 112 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને સૈન્ય વિમાન C-17 એ ગ્લોબમાસ્ટર-3 રવિવારે રાત્રે 10 વાગે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું.
ત્રીજી ફ્લાઇટમાં 29 ગુજરાતીઓ હોવાનો અંદાજ
અમેરિકાથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનો ત્રીજો જથ્થો અમૃતસર પહોંચ્યો છે, જેમાં કુલ 112 લોકો છે. વિમાન રવિવારે (16 ફેબ્રુઆરી, 2025) એરપોર્ટ પર ઉતર્યું. અમેરિકાથી ભારત મોકલવામાં આવેલા 112 લોકોમાં 29 લોકો ગુજરાતના છે. જો કે આ મામલે હજુ સુધી ગુજરાત સરકાર દ્વારા કોઈ અધિકારીક પૃષ્ટિ કરવામાં આવી નથી.
ત્રીજી ફ્લાઈટમાં ભારત પરત આવેલા ગુજરાતીઓ
- મિહિર પરથીજી ઠાકોર - ગુજરાત
- લુહાર પૂજા ધવલભાઈ - જામનગર
- રાણા સપનાબેન ચેતનભાઈ - પાલજ ગાંધીનગર
- રાણા ચેતનભાઈ ભરતસિંહ - પાંસર ગાંધીનગર
- રાણા દક્ષરાજસિંહ ચેતનસિંહ - ગાંધીનગર
- રાણા અક્ષરાજ ચેતનસિંહ - રાંધેજા
- પટેલ નિત તુષારભાઈ - ગુજરાત
- પટેલ દીપ ઘનશ્યામભાઈ - વડવાસા મહેસાણા
- પટેલ ચિરાગ શૈલેષકુમાર - ઘુમાસાણ
- પ્રજાપતિ અનિલ ભીખાભાઈ - વીલા
- પ્રજાપતિ આરવ અનિલકુમાર - ગોઝારિયા
- પ્રજાપતિ દ્રષ્ટિ અનિલકુમાર - ગોઝારિયા
- પટેલ રાજેશ બળદેવભાઈ - ઘુમાસાણ
- પટેલ મંજુબેન રાજેશભાઈ - ભરુચ
- પટેલ માહી રાજેશભાઈ - અમદાવાદ
- પટેલ હરમીરાજેશકુમાર - અમદાવાદ
- પટેલ હસમુખ રેવાભાઈ - ગુજરાત
- રામી હિતેષભાઇ રમેશભાઈ- સુશીયા
- ચૌધરી અંશકુમાર સુરેશભાઈ - ગુજરાત
- પટેલ પ્રાંશ જયેશકુમાર - ડીંગુચા
- પટેલ જયેશકુમાર ભોળાભાઈ - ડીંગુચા
- પટેલ હિરલબેન જયેશકુમાર - ડીંગુચા
આજે ત્રીજું વિમાન ભારત પહોંચ્યું
એરપોર્ટની અંદર સૌ પ્રથમ બધાના દસ્તાવેજો તપાસવામાં આવ્યા. આ સાથે એ પણ જોવામાં આવ્યું કે કોઈનો કોઈ ગુનાઈત રેકોર્ડ છે કે નહીં. બધી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી તેમને તેમના પરિવારને સોંપવામાં આવશે. હવે અમેરિકાથી આજે સવારે ત્રીજું વિમાન 112 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને અમૃતસર પહોંચ્યું છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ પહેલા વિમાનમાં 104 અને બીજા વિમાનમાં 119 ગેરકાયદે ભારતીયોને ડિપોર્ટ કર્યા હતા. જેમાં અગાઉ ગુજરાતના 37 અને પછી 8 લોકો ભારત આવી પહોંચ્યા હતા.
બીજી ફ્લાઇટમાં 8 ગુજરાતીઓ અમેરિકાથી ડિપોર્ટ
1- લુહાર ધવલભાઈ કિરીટકુમાર - કલોલ
2- લુહાર રુદ્ર ધવલભાઈ - કલોલ
3- મીહિત ઠાકોર - ગુજરાત
4- પટેલ ધિરાજકુમાર કનુભાઈ - અમદાવાદ
5- ચૌધરી કનિશ મહેશભાઈ - માણસા
6- ગોસ્વામી આરોહીબેન દીપકપૂરી - ગુજરાત
7- ગોસ્વામી દીપકપૂરી બળદેવપુરી - ગુજરાત
8- ગોસ્વામી પૂજાબેન દિપકપૂરી - ગુજરાત
પ્રથમ ફ્લાઇટમાં આ 33 ગુજરાતીઓને ડિપોર્ટ કરાયા હતા
1- જયવિરસિંહ વિહોલ, ખનુસા, તાલુકો, વિજાપુર, મહેસાણા
2- હિરલબેન વિહોલ, વડસ્મા, મહેસાણા
3- રાજપુત સતવંતસિંહ વાલાજી, ગણેશપુરા, તા-સિદ્ધપુર, પાટણ
4- દરજી કેતુલકુમાર હસમુખભાઇ, મહેસાણા
5- પ્રજાપતિ પ્રક્ષા જગદીશભાઇ, ગાંધીનગર
6- ચૌધરી જિગ્નેશકુમાર બલદેવભાઇ, બાપુપુરા, ગાંધીનગર
7- ચૌધરી રૂચી ભરતભાઇ, ઇન્દરપુરા, ગાંધીનગર
8- પ્રજાપતિ પિન્ટુકુમાર અમૃતલાલ, થલતેજ, અમદાવાદ
9- પટેલ ખુશ્બુબેન જયંતીભાઇ, લુના, વડોદરા
10- પટેલ સ્મિત કિરિટકુમાર, માણસા, ગાંધીનગર
11- ગોસ્વામી શિવાની પ્રક્ષાગીરી, પેટલાદ, આણંદ
12- ગોહિલ જીવનજી કચરાજી, બોરૂ, ગાંધીનગર
13- પટેલ નીકિતાબેન કનુભાઇ, ચંદ્રનગર, ડાભલા, મહેસાણા
14- પટેલ એશા ધીરજકુમાર, અંકલેશ્વર,ભરૂચ
15- રામી જયેશભાઇ રમેશભાઇ, વિરમગામ
16- રામી બીનાબેન જયેશભાઇ, જુના ડીસા, બનાસકાંઠા
17- પટેલ એન્નીબેન કેતુલકુમાર, પાટણ
18- પટેલ મંત્રા કેતુલભાઇ, પાટણ
19- પટેલ કેતુલકુમાર બાબુલાલ, માનુદ
20- પટેલ કિરનબેન કેતુલકુમાર, વાલમ, મહેસાણા
21- પટેલ માયરા નીકેતકુમાર, કલોલ
22- પટેલ રિશિતાબેન નિકેતકુમાર, નારદીપુર
23- ગોહિલ કરનસિંહ નેતુજી, બોરૂ
24- ગોહિલ મિતલબેન કરનસિંહ, કલોલ
25- ગોહિલ હેવનસિંહ કરનસિંહ, મહેસાણા
26- ગોસ્વામી, ધ્રુવગીરી હાર્દિકગિરિ, માણસા
27- ગોસ્વામી હેમલ હાર્દિકગિરિ, ગોઝારીયા
28- ગોસ્વામી હાર્દિકગિરિ મુકેશગિરિ, ડાભલા
29- ગોસ્વામી હેમાનીબેન હાર્દિકગિરિ, માણસા
30- ઝાલા એન્જલ જિગ્નેશકુમાર, માણસા
31- ઝાલા અરૂણબેન જિગ્નેશકુમાર, મેરૂ, મહેસાણા
32- ઝાલા માહી જિગ્નેશકુમાર, માણસા
33- ઝાલા જિગ્નેશકુમાર પરબતજી, જામલા, ગાંધીનગર
યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (USCBP) અનુસાર, 2022થી નવેમ્બર 2024 વચ્ચે લગભગ 1,700 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી. 2022માં, 409ને અટકાવવામાં આવ્યા હતા, 2023 માં 730 અને 2024માં નવેમ્બર સુધી 517ને અટકાવવામાં આવ્યા હતા, જેમાં 42 સગીરોનો સમાવેશ થાય છે. 2022 માં, પ્યુ રિસર્ચ સેન્ટરે અંદાજ લગાવ્યો હતો કે 725,000 અનધિકૃત ભારતીય ઇમિગ્રન્ટ્સ યુએસમાં રહે છે.