
તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)નાં લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાએ ૩ મેના રોજ ખાનગી રીતે જર્મનીમાં લગ્ન કરી લીધા છે. 50 વર્ષીય સાંસદ મહુઆ મોઇત્રાના જીવનસાથી બીજુ જનતા દળ (બીજેડી)નાં વરિષ્ઠ નેતા અને પુરી લોકસભાનાં સાંસદ પિનાકી મિશ્રા (66) છે. જો કે આ સમાચારને લઈને પાર્ટી અને સાંસદે પોતે સંપૂર્ણ મૌન જાળવી રાખ્યું છે.
જર્મનીમાં લગ્નના ફોટો સામે આવ્યા
એક અહેવાલ મુજબ, મહુઆ મોઈત્રાના આ બીજા લગ્ન જર્મનીમાં થયા છે. વાયરલ થયેલા ફોટોમાં મહુઆ મોઇત્રા જર્મનીમાં હસતી જોવા મળી રહી છે, પરંપરાગત પોશાક અને સોનાના દાગીથી સજી ધજીને ફોટો ક્લિક કરાવ્યો છે. આ ફોટોએ સાંસદના ખાનગી લગ્નની પુષ્ટિ કરી છે. જોકે, અત્યાર સુધી મહુઆ કે તેમના પક્ષ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
મહુઆનો ભૂતકાળ પણ ચર્ચામાં રહ્યો
મહુઆ મોઇત્રાનું અંગત જીવન પહેલા પણ ચર્ચામાં રહ્યું હતું. તેણીએ ડેનિશ ફાઇનાન્સર લાર્સ બ્રોર્સન સાથે લગ્ન કર્યા હતા, એ પછી તેની સાથે છૂટાછેડા લીધા હતા. ત્યાર પછી વકીલ જય અનંત દેહદરાય સાથે ત્રણ વર્ષ રિલેશનમાં રહી. આ પ્રેમ સંબંધમાં તેને દગો મળ્યો હતો.
મહુઆનો પહેલો લોકસભા કાર્યકાળ એક મોટા વિવાદથી ઘેરાયેલો રહ્યો. તેણી પર એક હરીફ ઉદ્યોગપતિના કહેવા પર ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે સવાલો ઉઠાવવાનો આરોપ હતો.