Home / India : US Foreign Minister spoke to S Jaishankar, first called Pak Army Chief Munir

US વિદેશ મંત્રીએ એસ જયશંકર સાથે કરી વાત, પહેલા પાક. આર્મી ચીફ મુનીરને પણ કર્યો હતો ફોન

US વિદેશ મંત્રીએ એસ જયશંકર સાથે કરી વાત, પહેલા પાક. આર્મી ચીફ મુનીરને પણ કર્યો હતો ફોન

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ વિદેશ મંત્રી એસ જયશંકરને ફોન કર્યો છે. આ પહેલા અમેરિકાના વિદેશ મંત્રીએ પાકિસ્તાની સેના પ્રમુખ આસિફ મુનીરને પણ ફોન કર્યો હતો. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસના જણાવ્યા અનુસાર, "સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ભારતીય વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર સાથે વાત કરી. સેક્રેટરી ઓફ સ્ટેટ રુબિયોએ ભાર મૂક્યો કે બંને પક્ષોએ તણાવ ઘટાડવા અને ગેરસમજ ટાળવા માટે સીધી વાતચીત ફરીથી સ્થાપિત કરવા પ્રયાસ કરવો જોઈએ. તેમણે ભવિષ્યના વિવાદો ટાળવા માટે આગામી  ચર્ચાઓને સરળ બનાવવા માટે યુએસ સમર્થનની ઓફર કરી હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પાકિસ્તાની વિદેશ મંત્રી અને આર્મી ચીફ મુનીરને ફોન કર્યો હતો 
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર સાથે વાત કરી હતી. સેક્રેટરી રુબિયોએ પુનરોચ્ચાર કર્યો કે બંને પક્ષોએ વર્તમાન પરિસ્થિતિને ઓછી કરવા અને ખોટી ગણતરીઓ ટાળવા માટે સીધી વાતચીત ફરીથી સ્થાપિત કરવા પ્રયાસ કરવો જોઈએ. તેમણે ભવિષ્યમાં થનારા સંઘર્ષોને ટાળવા માટે રચનાત્મક વાટાઘાટો શરૂ કરવામાં યુએસ સહાયની પણ ઓફર કરી.

વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરી
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ શનિવારેવિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરી અને ભાર મૂક્યો કે બંને પક્ષોએ તણાવ ઓછો કરવા અને સીધી વાતચીત પુનઃસ્થાપિત કરવા પ્રયાસો કરવાની જરૂર છે.

આ ઉપરાંત તેમણે પાકિસ્તાની આર્મી ચીફ આસિફ મુનીરને પણ ફોન કરીને પરિસ્થિતિને સામાન્ય બનાવવાની અપીલ કરી.

Related News

Icon