Home / India : VIDEO: A mini Kashmir-like view was seen in the rainy weather in Mount Abu, Rajasthan

VIDEO: રાજસ્થાનના માઉન્ટ આબુમાં વરસાદી માહોલમાં મિની કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો

VIDEO: ગુજરાતના પાડોશી રાજ્ય એવા રાજસ્થાનના પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી વરસાદ વરસી રહ્યો છે. જેથી અહીં મિની કાશ્મીર જેવો માહોલ છવાયો છે. વરસાદ બાદ માઉન્ટ આબુમાં કુદરતી ઝરણાં, ધોધ અને વોકળાં પરથી વરસાદી પાણી ખળખળ કરતું વહીં રહ્યું છે. જેના લીધે કાળઝાળ ગરમી સહન કરતા પ્રવાસીઓનો ધસારો માઉન્ટ આબુમાં ઉમટી પડયો છે. માઉન્ટ આબુના વિશેષ જોવાલાયક સ્થળ એવા નખી લૅકમાં સહેલાણીઓ બોટિંગની મજા લઈ રહ્યા છે. આ સિવાય અન્ય સ્થળો પર પ્રવાસીઓનું ઘોડાપૂર આવ્યું છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાજસ્થાનના હિલ સ્ટેશન એવા માઉન્ટ આબુમાં અત્યાર સુધી 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. વરસાદ બાદ ઉઘાડ નીકળ્યા બાદ માઉન્ટ આબુમાં આખો દિવસ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું છે. માઉન્ટ આબુમાં ઠેર-ઠેર નદી-નાળા અને ઝરણા વહેતાં થયા બાદ મિની કાશ્મીર બનેલા માઉન્ટ આબુમાં સુંદર વાતાવરણ થયું છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદને લીધે માઉન્ટ આબુમાં વાતાવરણ આહલાદ્ક થયું છે. જેથી સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. અરવલ્લીની સૌથી ઉંચી ટોચ ધરાવતા હિલ સ્ટેશનમાં વાદળો સાથે વાત કરવાનો અનુભવ માણતા સહેલાણીઓ માઉન્ટ આબુના નખી લૅક સહિત અન્ય જોવાલાયક સ્થળો પર ઉમટયાં છે.  

Related News

Icon