Home / India : VIDEO: King of Bhutan arrives at Mahakumbh, takes a dip of faith at Triveni Sangam with CM Yogi

VIDEO: મહાકુંભ પહોંચ્યા ભુતાનના રાજા, CM યોગી સાથે ત્રિવેણી સંગમ પર લગાવી આસ્થાની ડૂબકી

VIDEO: મહાકુંભ પહોંચ્યા ભુતાનના રાજા, CM યોગી સાથે ત્રિવેણી સંગમ પર લગાવી આસ્થાની ડૂબકી

ભુતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક મંગળવારે (4 ફેબ્રુઆરી) પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા છે. તેઓએ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. આ દરમિયાન તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતા. મુખ્યમંત્રી યોગીએ ખુદ ભુતાન કિંગ સાથે ડૂબકી લગાવતી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરોમાં મુખ્યમંત્રી યોગી સાથે ભુતાન કિંગ પણ સંપૂર્ણ રીતે ભગવા રંગમાં જોવા મળી રહ્યાં છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

યોગી આદિત્યનાથે પ્રયાગરાજને તીર્થસ્થળોનો રાજા જણાવતો એક સંસ્કૃત શ્લોક પણ સાથે લખ્યો છે. મુખ્યમંત્રી યોગીએ સોશિયલ મીડિયામાં લખ્યું કે, 'મહાકુંભ-2025, પ્રયાગરાજમાં આજે ભુતાનના મહામહિમ નરેશ જીગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે પવિત્ર ત્રિવેણી સંગમમાં પાવન સ્નાન કરી પુણ્ય પ્રાપ્ત કર્યું'.

ભુતાન કિંગે મા ગંગાની પૂજા-અર્ચના કરી અને અક્ષય વટ અને સૂતા હનુમાનજીના દર્શન અને પૂજન પણ કર્યું. ત્યારબાદ તેઓએ પ્રયાગરાજમાં 'ડિજિટલ મહાકુંભ અનુભૂતિ કેન્દ્ર'નું ભ્રમણ કરી મહાકુંભના દિવ્ય-ભવ્ય અને ડિજિટલ સ્વરૂપનું અવલોકન કર્યું.

રાજભવનમાં રાત્રિ ભોજ

ભુતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક સોમવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ પહોંચ્યા. ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યોગી આદિત્યનાથે વાંગચુકનું સ્વાગત કર્યું. અહીં કલાકારોએ ભુતાન નરેશ માટે સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ કરી. લખનૌ સ્થિત રાજભવનમાં ભુતાનના રાજાના સન્માનમાં એક રાત્રિ ભોજનું પણ આયોજન કરવામાં આવ્યું. જેમાં ભુતાનના પ્રતિનિધિમંડળ, ભારત સરકાર અને યુપી સરકારના પ્રમુખ અધિકારીઓ અને વિશેષ અતિથિઓએ ભાગ લીધો.

 

Related News

Icon