Home / India : VIDEO/ MLA got angry, slapped a person uprooted a banana tree and beat him

VIDEO/ ગુલાબી રંગની રિબન જોઈ MLA થયા ગુસ્સે, નજીક ઉભેલા વ્યક્તિને થપ્પડ અને કેળાનું ઝાડ ઉખેડી માર્યો માર 

આસામના ધુબરી જિલ્લાના પૂર્વ બિલાસીપારા વિધાનસભાના ધારાસભ્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ જોયા પછી તમને હાસ્ય અને ગુસ્સો બંનેનો અનુભવ થઈ શકે છે. સામાન્ય રીતે, ધારાસભ્ય કે સાંસદનો વાયરલ વીડિયો તેમના ભાષણનો હોય છે, પરંતુ આ તેમના અનોખા પરાક્રમનો વીડિયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ જોયા પછી, તમે વિચારવા મજબૂર થશો કે શું આ વ્યક્તિ ખરેખર જનપ્રતિનિધિ છે? આ વાયરલ વીડિયોમાં ધારાસભ્ય મારામારી કરતા જોવા મળે છે.

આ મામલો આસામના ધુબરી જિલ્લાના પૂર્વ બિલાસીપારા વિધાનસભાનો છે. જ્યાં બદરુદ્દીન અજમલની પાર્ટી AIDUF ના ધારાસભ્ય સમસુલ હુડા એક પુલનો શિલાન્યાસ કરવા ગયા હતા. પુલના નિર્માણ પહેલા લગાવવામાં આવનાર તકતીનું ઉદ્ઘાટન ધારાસભ્યએ કરવાનું હતું.

સ્થાનિક મીડિયા અનુસાર, ધારાસભ્ય શિલાન્યાસ રિબન કાપવાના હતા, પરંતુ તે પહેલાં જ ધારાસભ્ય ગુસ્સે થઈ ગયા. આ પાછળનું કારણ એ હતું કે તે શિલાન્યાસ સમારોહમાં લાલ રિબનને બદલે અલગ રંગની રિબનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ધારાસભ્યએ એક વ્યક્તિનો કોલર પકડ્યો. પછી તેણે તેને વારંવાર થપ્પડ મારી. આનાથી પણ ધારાસભ્યનો ગુસ્સો શાંત ન થયો તેથી તેમણે કેળાના છોડ ઉખેડી નાખ્યા. અને તેનાથી ટે વ્યક્તિને માર મારવા લાગ્યા. 

આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

ગુસ્સામાં, ધારાસભ્ય કેળાના છોડને ગદાની જેમ ઝૂલાવતા જોવા મળે છે. ધારાસભ્યએ જે વ્યક્તિ પર ગુસ્સો ઠાલવ્યો છે તે કોન્ટ્રાક્ટરનો સહયોગી હોવાનું કહેવાય છે. ધારાસભ્યનો ગુસ્સો જોઈને આસપાસના લોકો પણ ડરી જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ આ વીડિયો પર ખૂબ જ રમુજી ટિપ્પણીઓ કરી રહ્યા છે.

 

Related News

Icon