
Vijay Mallya First Reaction: રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ IPL 2025નો ખિતાબ જીતી લીધો છે. બેંગલુરૂએ ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સને 6 રને હરાવ્યું હતું. બેંગલુરૂના IPLની પ્રથમ ટ્રોફી જીતવા પર RCBના પૂર્વ માલિક વિજય માલ્યાનું રિએક્શન પણ આવ્યું છે. વિજય માલ્યાએ આખી ટીમને જીતની શુભકામના પાઠવી છે. વિજય માલ્યાએ પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ શેર કરતા લખ્યુ, 'ઇ સાલા કપ નામ દે' જે RCBની ટેગલાઇન છે.
વિજય માલ્યાએ RCBને જીતની શુભકામના પાઠવી
વિજય માલ્યાએ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યુ કે 'રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અંતે 18 વર્ષ બાદ IPLમાં ચેમ્પિયન બની ગઇ છે.RCB માટે 2025ની આ IPL ટૂર્નામેન્ટ ઘણી શાનદાર રહી.' વિજય માલ્યાએ લખ્યુ કે 'સારી કોચિંગ અને સપોર્ટ સ્ટાફ સાથે એક બેલેંસ્ડ ટડીમે બોલ્ડ ગેમ રમી છે. ઘણી ઘણી શુભકામનાઓ! ઇ સાલા કપ નામદે'
https://twitter.com/TheVijayMallya/status/1929963677353943327
લોકોએ વિજય માલ્યા પાસે પૈસા માંગ્યા
વિજય માલ્યાને RCBની જીતની શુભકામના આપવી ભારે પડી ગઇ હતી. લોકોએ વિજય માલ્યાને દેશના પૈસા માંગવાના શરૂ કરી દીધા હતા. વિજય માલ્યાએ બેંગલુરૂને ક્વોલિફાયર-1માં પહોંચવા પર પણ શુભકામના પાઠવી હતી ત્યારે પણ સોશિયલ મીડિયા પર લોકોએ વિજય માલ્યા પાસે પૈસા માંગવાના શરૂ કર્યા હતા.
RCBએ જીત્યો IPLનો પ્રથમ ખિતાબ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ટીમે પોતાનું પ્રથમ IPL ટાઇટલ જીતી લીધુ છે. બેંગલુરૂની આ જીત પર ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી ઇમોશનલ થયો હતો. RCBના 18મી સિઝનના જીતવા પર વિરાટ કોહલી સ્ટેડિયમમાં જ રડવા લાગ્યો હતો. વિરાટ કોહલી IPLની શરૂઆતથી જ આ ટીમ સાથે છે અને 3 જૂનની રાત્રે રોયલ ચેલેન્જર્સ બેંગુલરૂએ પોતાનો પ્રથમ ખિતાબ જીત્યો હતો.