કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ભાવનગરના વિનોદભાઈ ઇજાગ્રસ્ત થયા હતા. ભાવનગર કલેકટર દ્વારા સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલનો સંપર્ક સાધીને પરત લાવવાની વાત કરી હતી. વિનોદભાઈ ભાવનગરના રહેવાસી છે તેઓ 15 જણાના ગુપની સાથે મોરારી બાપુની કથામાં હાજરી આપવા ગયા હતા. કથા બાદ કાશ્મીર ફરીને ગુજરાત પરત આવવાના હતા. જ્યાં પહલગામમાં આતંકી હુમલામાં તે ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્રત ઘટના અંગે વિનોદભાઈ ડાભીના દીકરા અશ્વિન ડાભીએ માહિતી આપી હતી.