
કેન્દ્રીય કેબિનેટ દ્વારા વક્ફ સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે. સંસદમાં બજેટ સત્રના બીજા ચરણમાં આ બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સંસદમાં બજેટનું બીજું સત્ર 10મી માર્ચથી ચોથી એપ્રિલ સુધી ચાલશે.
વક્ફ બિલ મુદ્દે સંસદીય સમિતિનો રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો
નોંધનીય છે કે અગાઉ 13મી ફેબ્રુઆરીએ વક્ફ બિલ મુદ્દે સંસદીય સમિતિનો રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે જ બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેને આજે મોદી કેબિનેટે મંજૂરી આપી છે.
JPCએ29 જાન્યુઆરીએ મંજૂરી આપી
સંસદીય સમિતિએ 29 જાન્યુઆરીએ વકફ બિલમાં નવા ફેરફારો અંગેના તેના અહેવાલને મંજૂરી આપી હતી. આ અહેવાલની તરફેણમાં 15 અને વિરોધમાં 14 મત પડ્યા હતા. રિપોર્ટમાં ભાજપના સાંસદો દ્વારા આપવામાં આવેલા ફેરફારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિપક્ષી સાંસદોએ વકફ બોર્ડને નાબૂદ કરવાના પ્રયાસનો આક્ષેપ કરતી અસંમતિ નોંધો રજૂ કરી હતી. વિપક્ષે વકફ બિલને લઈને અનેક વાંધો ઉઠાવ્યા હતા. આ સિવાય 'વક્ફ બાય યુઝર' જોગવાઈને દૂર કરવાના પ્રસ્તાવનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.