
Waqf: કેન્દ્ર સરકારે વકફ સંશોધન એક્ટ મુદ્દે વળતા જવાબમાં સોગંદનામું દાખલ કર્યું છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ જવાબમાં સરકારે કાયદાનો બચાવ કરતા આને યોગ્ય ઠેરવતા કહ્યું કે ગત 100 વર્ષથી વકફ યુઝરને નોંધણીના આધાર પર માન્યતા આપવામાં આવે છે નહીં કે મૌખિક રીતે.
કેન્દ્રની મોદી સરકારે સુપ્રીમમાં દાખલ કરેલા સોગંદનામાં જણાવ્યું કે, વકફ મુસ્લિમોની કોઈ ધાર્મિક સંસ્થા નથી. પરંતુ એક સંસ્થા છે. વકફ સંશોધન કાયદા અનુસાર ધર્મનિરપેક્ષ હોય છે નહીં કે ધાર્મિક. આ કાયદામાં પસંદ કરાયેલા જનપ્રતિનિધિઓની ભાવનાઓને દર્શાવે છે. તેઓએ બહુમતથી પસાર કર્યું છે. કેન્દ્રની સરકારે કોર્ટમાં વકફને લઈ જે સોગંદનામું દાખલ કર્યું છે, તેમાં કહેવાયું છે કે, સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાને બંધારણીય રીતે યોગ્ય માનવામાં આવે છે. સ્પેશિયલ રીતે જેપીસીની ભલામણો અને સંસદમાં વ્યાપક ચર્ચા પછી બનેલા કાયદાને.
કેન્દ્રએ કોર્ટને વિનંતી કરી હતી કે તે હજી કોઈપણ જોગવાઈ પર વચગાળાની રોક નહીં મૂકે. આ સંશોધન કાયદાથી કોઈપણ વ્યકિતના વકફ બનાવવાના ધાર્મિક અધિકારમાં કોઈ દખલગીરી નથી થતી. માત્ર મેનેજમેન્ટ અને પારદર્શકતા નક્કી કરવા આ કાયદામાં ફેરફાર કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બિલને બહાલી આપકા પહેલા સંયુક્ત સંસદીય સમિતિની 36 બેઠકો મળી હતી અને 97 લાખથી વધુ હિતધારકોના મંતવ્ય અને જાહેરાત આપી હતી. સમિતિએ દેશના 10 મોટા શહેરોનો પ્રવાસ કરીને જનતાની વચ્ચે જઈને તેઓના વિચાર જાણ્યા હતા.