Home / India : 'We understand sarcasm, but....', Eknath Shinde's on Kunal Kamra's joke

'અમે કટાક્ષ સમજીએ છીએ, પણ...', કુણાલ કામરાના મજાક પર પહેલી વાર એકનાથ શિંદેની આવી ટિપ્પણી 

'અમે કટાક્ષ સમજીએ છીએ, પણ...', કુણાલ કામરાના મજાક પર પહેલી વાર એકનાથ શિંદેની આવી ટિપ્પણી 

હાસ્ય કલાકાર કુણાલ કામરા દ્વારા કરવામાં આવેલા મજાક પર નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે વાણી સ્વાતંત્ર્ય છે, પરંતુ દરેક વસ્તુની એક મર્યાદા હોવી જોઈએ. મુંબઈમાં એક શો દરમિયાન, કામરાએ શિવસેના પ્રમુખનું નામ લીધા વિના, તેમને 'દેશદ્રોહી' અને 'થાણેનો રિક્ષાવાળો' કહીને મજાક ઉડાવી હતી. એવું કહેવાય છે કે મુંબઈ પોલીસે કામરાને સમન્સ પાઠવ્યું છે. એવામાં હવે આ મામલે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની પ્રતિક્રિયા સામે આવી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'અમે વ્યંગ સમજીએ છીએ, પરંતુ તેની એક મર્યાદા હોવી જોઈએ'

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાના વિવાદાસ્પદ નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, 'અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. અમે વ્યંગ સમજીએ છીએ, પરંતુ દરેક વસ્તુની એક લિમિટ હોવી જોઈએ. આ કોઈની વિરુદ્ધ બોલવાની 'સોપારી' લેવા જેવુ છે.'

શિંદેએ વધુમાં કહ્યું કે, 'આ જ વ્યક્તિએ ભારતની સર્વોચ્ચ અદાલત, વડા પ્રધાન, અર્નબ ગોસ્વામી અને કેટલાક ઉદ્યોગપતિઓ પર પણ ટિપ્પણી કરી હતી. આ અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી. પરંતુ કોઈના ઇશારે કામ કરે છે તેવું છે.' 

આ સાથે જ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, 'કુણાલ કામરાની ટિપ્પણીના વિરોધમાં પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મુંબઈના સ્ટુડિયોમાં કરવામાં આવેલી તોડફોડનું હું સમર્થન કરતો નથી, પરંતુ દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે.'

જાણો શું છે આખો મામલો 

પોતાની હાજરજવાબી શૈલી અને કોમેડીથી લોકોને હસાવનાર કુણાલ કામરાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને યુટ્યુબર ચેનલ પર મહારાષ્ટ્રના રાજકારણ અંગે એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તેણે નામ લીધા વિના જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર દિલ તો પાગલ હૈ ગીતની પૅરોડી કરીને રજૂ કરી હતી. જેમાં શિંદેને ગદ્દાર કહીને સંબોધ્યા હતા. જેના કારણે વિવાદ સર્જાયો હતો. 

કુણાલ કામરા વિરુદ્ધ MIDC પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી

આ વીડિયો વાઇરલ થતાં જ શિવસેના (શિંદે જૂથ)ના નેતાઓ ગુસ્સે થઈ ગયા હતા અને રવિવારે મુંબઈના ખાર વિસ્તારમાં સ્થિત સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી. શિવસૈનિકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો અહીં શૂટ કરવામાં આવ્યો છે. દરમિયાન શિંદે સેનાના ધારાસભ્ય મુરાજી પટેલે કુણાલ કામરા વિરુદ્ધ MIDC પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કામરાએ સ્પષ્ટ કહ્યું છે કે, 'હું  આ મુદ્દે માફી નહીં માંગુ, જોકે કાયદાકીય પ્રક્રિયા અને કોર્ટના આદેશનું પાલન કરીશ.' 

 

 

Related News

Icon