બિહારના મધુબનીથી પીએમ મોદીએ આતંકીઓને, આતંકીઓના આકાઓને લલકાર ફેંક્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારત પર કરેલા આ હુમલાનો કમર તોડી નાંખે એવો બદલો લેવામાં આવશે. આતંકીઓને મિટ્ટીમાં મિલાવી દેવાનો સમય આવી ગયો છે. 140 કરોડ ભારતીયોની ઈચ્છા શક્તિ આતંકીઓના આકાઓની કમર તોડી નાંખશે. આતંકીઓએ કલ્પના કરી નહીં હોય એવી સજા આપીશું.
આજે બિહારથી આખી દુનિયાને લલકાર ફેંકી રહ્યો છું કે, ભારત દરેક આતંકવાદીને શોધી કાઢશે અને તેમને સૌથી કડક સજા આપશે. અમે કોઈપણ સંજોગોમાં આતંકવાદને સહન કરીશું નહીં. આતંકવાદીઓનો સફાયો કરવાનો સમય આવી ગયો છે. જે કોઈ અમારી સાથે છે, અમે તે દેશો અને તેમના નેતાઓનો આભાર માનીએ છીએ.
પીએમ મોદીએ કહ્યું કે, પહેલગામ આતંકી હુમલામાં માસૂમ દેશવાસીઓને જે બહેરહેમીથી માર્યા છે તેનાથી આખો દેશ દુઃખી છે. તમામ પીડિત પરિવારોની સાથે સમગ્ર દેશ ઊભો છે. જે પરિવારજનોનો સારવાર ચાલી રહી છે તે જલદી સ્વસ્થ થાય. આ આતંકી હુમલામાં કોઈએ પોતાનો પુત્ર ખોયો, કોઈએ પતિ, કોઈએ ભાઈ ખોયો છે. જેનાથી સમગ્ર દેશમાં આક્રોશ છે.
પહેલગામનો આ હુમલો પર્યટકો ઉપર નહીં પરંતુ સમગ્ર દેશવાસીઓ ઉપર છે. જેણે ભારત પર હુમલો કરવાનું દુસ્સાહ કર્યું છે. હું તેમને સ્પષ્ટ કહું છું કે, જેણે હુમલો કર્યો છે એ આતંકીઓને, હુમલાનું કાવતરું કરનારા આકાઓએ વિચાર્યું નહીં હોય એવી સજા આપીશું. આતંકીઓની નાની મોટી જમીનોનો નાશ કરવાનો સમય આવી ગયો છે. 140 કરોડ ભારતીયોની ઈચ્છા શક્તિ આતંકીઓના આકાઓની કમર તોડી નાંખશે. આતંકીઓએ કલ્પના કરી નહીં હોય એવી સજા આપીશું.