Home / India : Why are you selling more tickets available seats in the coach? High Court slams Railways

દિલ્હી રેલવે સ્ટેશન દુર્ઘટનાઃ કોચમાં સીટો કરતાં વધુ ટિકિટો કેમ વેચો છો? હાઈકોર્ટે રેલવેનો લીધો ઉધડો 

દિલ્હી રેલવે સ્ટેશન દુર્ઘટનાઃ કોચમાં સીટો કરતાં વધુ ટિકિટો કેમ વેચો છો? હાઈકોર્ટે રેલવેનો લીધો ઉધડો 

નવી દિલ્હી રેલવે સ્ટેશનમાં નાસભાગનો મામલો હવે કોર્ટ પહોંચ્યો છે. દિલ્હી હાઈકોર્ટે આ મામલે દાખલ અરજી પર સુનાવણી કરતાં આદેશ આપ્યો છે કે, તમે અરજીમાં રજૂ કરવામાં આવેલા મુદ્દાઓની તપાસ કરો. ચીફ જસ્ટિસ ડી.કે. ઉપાધ્યાય અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેન્ચે સંબંધિત અધિકારીઓ પાસેથી સોગંદનામુ લખાવી આ દુર્ઘટના મામલે લેવામાં આવેલા પગલાંઓની માહિતી આપવા કહ્યું છે. તેમજ રેલવે બોર્ડમાં ઉચ્ચ સ્તરે તપાસ હાથ ધરી લેવામાં આવેલા નિર્ણયોની વિગતો રજૂ કરવા આદેશ આપ્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ટિકિટની સંખ્યા મર્યાદા કરતાં વધુ કેમ રાખો છે

PILની સુનાવણી દરમિયાન કોર્ટે સવાલ કર્યો હતો કે, રેલવે એક કોચમાં પેસેન્જર્સ માટે ઉપલબ્ધ સીટ કરતાં વધુ ટિકિટ કેમ વેચે છે. જો તમે એક કોચ માટે મુસાફરોની સંખ્યા નક્કી કરો છો, તો ટિકિટની સંખ્યા મર્યાદા કરતાં વધુ કેમ રાખો છે. આ એક મોટી સમસ્યા છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, આ મામલાને હળવાશમાં લેવામાં આવશે નહીં. રેલવે કાયદાનું પાલન કરવા બંધાયેલું છે. PILમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને ઉચ્ચત્તમ સ્તરે વિચાર કરવામાં આવશે. 

9600થી વધુ નોન-રિઝર્વ ટિકિટ વેચી

ફરિયાદીના વકીલે જણાવ્યું હતું કે, ઘટનાના દિવસે રેલવે 9600થી વધુ નોન-રિઝર્વ ટિકિટ વેચી હતી. જો અધિકારીએ કાયદાકીય જોગવાઈઓનું પાલન કર્યું હોત તો આ ઘટનાને રોકી શકાઈ હોત. જો રેલવે પોતાના નિયમો અને જોગવાઈઓનું પાલન કર્યું હોત તો, દુર્ઘટના ટળી હોત. આ PIL રાષ્ટ્રના હીતમાં છે. હું માળખાગત ઢાંચા અને નીતિગત મુદ્દાઓ પર ટીપ્પણીઓ કરી રહ્યો નથી.

કોર્ટે જણાવ્યું હતું કે, PIL હાલની નાસભાગની ઘટના સુધી સીમિત નથી. તેમાં એક ડબ્બામાં યાત્રીઓની મહત્તમ સંખ્યા અને પ્લેટફોર્મ ટિકિટના વેચાણો સંબંધિત કાયદાકીય જોગવાઈઓ લાગુ કરવાની માગ કરી છે. જો કાયદાકીય જોગવાઈઓ પર્યાપ્ત રૂપે લાગૂ કરવામાં આવે તો નાસભાગ જેવી ઘટનાઓથી બચી શકાય. આ મામલે આગામી  સુનાવણી 26 માર્ચે થશે.

Related News

Icon