
મહાશિવરાત્રિ નિમિત્તે અખિલ ભારતીય હિન્દુ મહાસભાની મહિલા મોર્ચાની જિલ્લા પ્રમુખ મીરા રાઠોડે તાજમહેલ ખાતે ભગવાન શિવનો અભિષેક કર્યો. સ્મારકની અંદર તેઓ શિવલિંગને પાણી ચઢાવતી અને પૂજા કરતા જોવા મળ્યા છે. જેના કારણે સ્મારકની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.
અખિલ ભારત હિન્દુ મહાસભાએ સંગમ પ્રયાગરાજથી ગંગાજળ લાવ્યું અને તેજો મહાલય (તાજમહેલ) ને શુદ્ધ કર્યા પછી શિવલિંગની સ્થાપના કરી અને જલાભિષેક કર્યો હતો.
શિવલિંગ સ્થાપિત કરીને ગંગાજળથી અભિષેક કરવામાં આવ્યો હતો
હિન્દુ મહાસભાના કાર્યકરો પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતા. અને ત્યાં તેમણે મહાશિવરાત્રિના દિવસે તાજમહેલમાં શિવલિંગ સ્થાપિત કરવાનો સંકલ્પ કર્યો હતો. જેથી આજે બુધવારે તાજમહેલને ગંગાજળથી શુદ્ધ કર્યા પછી એક શિવલિંગ સ્થાપિત કરીને ગંગાજળથી અભિષેક કરવામાં આવ્યો હતો.
વીડિયોમાં તાજમહેલમાં ભગવાન શિવને અભિષેક કરે છે
આ અંગે મીરા રાઠોડે કહ્યું કે, આજે મહાશિવરાત્રિ છે. સાધુઓ, સંતો, દેવતાઓ અને સમગ્ર બ્રહ્માંડ સ્નાન કરી રહ્યા છે. ત્યારે તેજો મહાલયમાં ભોલે બાબા કેવી રીતે સ્નાન કર્યા વિના રહી શકે? મીરા રાઠોડના કેટલાક વીડિયો ઇન્ટરનેટ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. જેમાં તે તાજમહેલમાં ભગવાન શિવને અભિષેક કરતી જોવા મળે છે. શ્રાવણ મહિનાની શરૂઆતમાં તે તાજમહેલ પર ભગવો ધ્વજ ફરકાવવા બદલ પકડાઈ ગઈ હતી.