Home / India : World's tallest railway bridge to be inaugurated on June 6

દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજનું 6 જૂને લોકાર્પણ ; જાણો,એફિલ ટાવર કરતાં કેટલો ઊંચો છે?

દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજનું 6 જૂને લોકાર્પણ ; જાણો,એફિલ ટાવર કરતાં કેટલો ઊંચો છે?

કાશ્મીરને રેલવે નેટવર્કના માધ્યમથી દેશના અન્ય હિસ્સા સાથે જોડનારા કાશ્મીર રેલ પ્રોજેક્ટનું 6 જૂનના રોજ ઉદ્ધાટન થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુના કટરાથી બનિહાલ ખીણ સુધી વંદે ભારત ટ્રેન સેવાને લીલી ઝંડી બતાવશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ વંદે ભારત ટ્રેન દરરોજ કટરા અને ખીણ વચ્ચે દોડશે. આ ટ્રેન કાશ્મીરને કન્યાકુમારી સાથે જોડવાનું સપનું પૂરું કરશે. 1250 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ પુલ નદીના તળિયાથી 359 મીટર ઉપર અને પેરિસના પ્રખ્યાત એફિલ ટાવર કરતા 35 મીટર ઊંચો છે. આ રેલવે પુલ રિક્ટર સ્કેલ પર 8ની તીવ્રતાના ભૂકંપ અને ઉચ્ચ તીવ્રતાના વિસ્ફોટનો સામનો કરી શકશે.

આ પ્રોજેક્ટ કાશ્મીરને દેશના અન્ય ભાગો સાથે જોડવાના 70 વર્ષ જૂના સપનાને સાકાર કરશે જે પ્રદેશમાં ખેતી-બાગાયતી, ઇન્ડસ્ટ્રી, શિક્ષણ અને પ્રવાસને વેગ આપશે. આ ટ્રેકના ઉદ્ધાટન પહેલાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. જેના માટે સુરક્ષા દળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ પર દોડશે ટ્રેન

અંજી નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ આઇકોનિક ચિનાબ રેલ બ્રિજ પર કટરા-બનિહાલ ટ્રેન દોડશે. વિશ્વના સૌથી ઊંચા બ્રિજ પર 272 કિમી ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલવે લાઇન (USBRL) કાશ્મીર ખીણને રેલ નેટવર્ક દ્વારા દેશના અન્ય ભાગો સાથે જોડશે.

એક દિવસ બાદ ચિનાબ બ્રિજના ઉદ્ઘાટન સાથે વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ જમ્મુ-કાશ્મીરના રેલ નેટવર્કને મજબૂત બનાવશે. વડાપ્રધાન મોદી ચિનાબ બ્રિજનું ઉદ્ધાટન કર્યા બાદ ભારતના પ્રથમ કેબલ સ્ટે રેલ બ્રિજ-અંજી ખડ બ્રિજ રૂટનું નિરિક્ષણ કરતાં કટરા સુધી ટ્રેનમાં મુસાફરી કરશે. તેઓ રેલવે એન્જિનિયર્સની પણ મુલાકાત કરશે.

દાયકા પહેલાં થઈ હતી પ્રોજેક્ટની શરુઆત

USBRL પ્રોજેક્ટની શરુઆત 1997માં થઈ હતી. પરંતુ પ્રદેશમાં હવામાન, ભૌગોલિક પડકારો તેમજ જટિલ ભૂસ્તરના કારણે પ્રોજેક્ટમાં વારંવાર વિલંબ થયો હતો. પ્રોજેક્ટ પાછળ વિવિધ પડકારોના કારણે ખર્ચ રૂ. 41000 કરોડનો થયો છે. કુલ 272 કિમીમાંથી 209 કિમીનું કામકાજ તબક્કાવાર પૂર્ણ થઈ ચૂક્યું છે. જેમાં કાઝીગુંડ-બારામુલ્લા (118કિમી) ઑક્ટોબર, 2009માં, બનિહાલ-કાઝીગુંડ (18કિમી) જૂન 2013માં, ઉધમપુર-કટરા (25 કિમી) જુલાઈ 2014માં, બનિહાલ-સંગલદાન (48.1 કિમી) ફેબ્રુઆરી 2023માં પૂર્ણ થયું હતું. છેલ્લે 46 કિમીનો સાંગલદાન-રિયાસી સેક્શનના કામકાજ જૂન, 2023માં અને 17 કિમીનું રિયાસી-કટરા ટ્રેક ડિસેમ્બર, 2024માં તૈયાર થયો હતો.

 

Related News

Icon