ભારતીય નૌકાદળને એક અત્યાધુનિક અને અત્યંત શક્તિશાળી યુદ્ધ જહાજ 'તમાલ' મળવા જઈ રહ્યું છે. ભારતનું આ નવું યુદ્ધ જહાજ આજે નૌકાદળમાં કાર્યરત થશે. આ યુદ્ધ જહાજ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલથી સજ્જ છે. યુદ્ધ જહાજ તમાલમાં વર્ટિકલ લોન્ચ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલો છે. તે અદ્યતન 100 મીમી બંદૂકો, અત્યાધુનિક સિસ્ટમ્સ, હેવીવેઇટ ટોર્પિડો અને ઝડપી હુમલો વિરોધી સબમરીન રોકેટથી પણ સજ્જ છે.

