Patna Delhi Indigo Flight Emergency Landing: બુધવારે સવારે પટનાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટ (નંબર IGO5009)ને ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી પટણા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. એક પક્ષી વિમાન સાથે અથડાયું જેના કારણે એક એન્જિનમાં ભારે કંપન થયું. પાયલોટે તાત્કાલિક ATC ને જાણ કરી અને સલામતીને ધ્યાનમાં રાખીને વિમાનને પટણા લાવવામાં આવ્યું.

