Home / World : I gave 20 crores to an influencer Musk clarifies

મને ખબર નથી આ 13મું બાળક મારું છે કે નહીં, છતાં મેં ઈન્ફ્લૂએન્સરને 20 કરોડ આપ્યા; મસ્કે કરી સ્પષ્ટતા

મને ખબર નથી આ 13મું બાળક મારું છે કે નહીં, છતાં મેં ઈન્ફ્લૂએન્સરને 20 કરોડ આપ્યા; મસ્કે કરી સ્પષ્ટતા

ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્કે તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મસ્કે દાવો કર્યો કે 'મે કંઝર્વેટિવ ઈન્ફ્લુએન્સર એશ્લે સેન્ટ ક્લેયરને 2.5 મિલિયન ડોલર (લગભગ 20 કરોડ રૂપિયા) આપ્યા છે, જે તેના કથિત બાળકના સપોર્ટ માટે છે. હું દર વર્ષે સેન્ટ ક્લેયરને 5,00,000 ડોલર (લગભગ 4 કરોડ રૂપિયા) અલગથી મોકલી રહ્યો છું, મને હજુ સુધી એ ચોક્કસ ખબર નથી કે એ બાળક મારું છે કે નહીં.' એલોન મસ્કે પોતે એક્સ પર એક પોસ્ટમાં આ જાણકારી આપી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વિવાદની શરૂઆત

આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે 26 વર્ષીય એશ્લે સેન્ટ ક્લેયરે ફેબ્રુઆરી 2025માં દાવો કર્યો હતો કે 'મે સપ્ટેમ્બર 2024માં મસ્કના બાળકને જન્મ આપ્યો.' સેન્ટ ક્લેયરે X પર જાહેરાત કરી હતી કે 'હું મારા બાળકની ગોપનીયતા અને સુરક્ષા માટે પહેલા આ વાત જાહેર કરવા માગતી નહોતી પરંતુ ટેબલોઈડ મીડિયાના દબાણના કારણે મારે આવું કરવું પડ્યું.' તે બાદ તેણે ન્યૂયોર્ક સુપ્રીમ કોર્ટમાં મસ્ક વિરુદ્ધ એક કેસ નોંધાવ્યો, જેમાં બાળકની એકમાત્ર કસ્ટડી અને પેટરનિટી ટેસ્ટની માગ કરવામાં આવી હતી.

મને નથી ખબર કે બાળક મારું છે કે નહીં

મસ્કે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા 31 માર્ચે  X પર એક પોસ્ટમાં લખ્યું, 'મને નથી ખબર કે બાળક મારું છે કે નહીં, પરંતુ હું તેની જાણકારી મેળવવા વિરુદ્ધ નથી. આ માટે કોઈ કોર્ટ ઓર્ડરની જરૂર નથી. કંઈ ખબર ન હોવા છતાં મે એશ્લેને 2.5 મિલિયન ડોલર આપ્યા છે અને તેને દર વર્ષે 5,00,000 ડોલર મોકલી રહ્યો છું.' આ નિવેદન તે સમયે આવ્યું જ્યારે સેન્ટ ક્લેયરે દાવો કર્યો હતો કે 'મસ્કે મારા બાળકના સપોર્ટ માટે આપવામાં આવતા રૂપિયામાં 60% સુધી ઘટાડો કરી દીધો જેના કારણે મજબૂરીમાં મારે પોતાની ટેસ્લા કાર વેચવી પડી.' 

મસ્કના તાજેતરના નિવેદન પર એશ્લેએ જવાબ આપ્યો છે. તેમણે લખ્યું, 'ઈલોન, મેં તમને આપણા બાળકના જન્મથી પહેલા જ એક ટેસ્ટના માધ્યમથી પિતૃત્વની પુષ્ટિ કરવા માટે કહ્યું હતું. તમે ના પાડી દીધી. તમે મને રૂપિયા મોકલી રહ્યાં નહોતા. જે તમને જરૂરી લાગી તે પ્રમાણે તમે તમારા બાળક માટે મદદ મોકલી રહ્યાં હતા પછી તમે કંટ્રોલ રાખવા અને અવજ્ઞા માટે દંડિત કરવા માટે તેનો મોટો ભાગ રોકી લીધો પરંતુ તમે હકીકતમાં માત્ર પોતાના પુત્રને જ દંડિત કરી રહ્યાં છો. એ વિટંબણા છે કે કોર્ટમાં તમારો અંતિમ પ્રયત્ન મારું મોઢું બંધ કરવાનો હતો જ્યારે તમે પોતાના સ્વામિત્વવાળા સોશિયલ મીડિયા ચેનલનો ઉપયોગ કરીને સમગ્ર દુનિયામાં મારા અને આપણા બાળક વિશે અપમાનજનક મેસેજ ફેલાવી રહ્યાં છો. આ બધું તમારા કંટ્રોલ રાખવા વિશે છે અને દરેક લોકોને ખબર પડે છે. અમેરિકાને જરૂર છે કે તમે થોડા મોટા થઈ જાવ, તમે ખૂબ દુર્વ્યવહારવાળા માણસ છો.'

સેન્ટ ક્લેયરનો પક્ષ

આ પહેલા સેન્ટ ક્લેયરના વકીલ કરેન રોસેન્થલે ગત મહિને કહ્યું હતું કે 'મસ્કે બાળક પ્રત્યે નાણાકીય બદલો લીધો અને સમર્થન રકમમાં ભારે ઘટાડો કર્યો. આ પગલું ત્યારે ઉઠાવવામાં આવ્યું જ્યારે સેન્ટ ક્લેયરે મસ્કની સાથે ખાનગી રીતે મામલાને ઉકેલવાનો પ્રયત્ન નિષ્ફળ થયા બાદ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. સેન્ટ ક્લેયરે તાજેતરમાં જ પોતાની ટેસ્લા મોડલ એસ વેચી દીધી અને દાવો કર્યો કે આ પગલું મે બાળકના ખર્ચને પહોંચી વળવા માટે ઉઠાવ્યું. તેમણે મસ્ક પર વિન્ડિક્ટિવ હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું, 'જ્યારે મહિલાઓ બોલે છે, તો આ તેમની રીત છે.'

કોર્ટમાં સુનાવણી

ન્યૂયોર્ક સુપ્રીમ કોર્ટે મસ્કને 29 મે 2025એ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે, જ્યાં જજ જેફ્રી એચ.પર્લમેન આ મામલાની સુનાવણી કરશે. સેન્ટ ક્લેયરે દાવો કર્યો કે 'મસ્ક પોતાના પુત્ર જેને કોર્ટ દસ્તાવેજોમાં R.S.C ના નામથી સંદર્ભિત કરવામાં આવ્યો છે, જેને માત્ર 3 વખત મળ્યા છે અને તેના ઉછેરમાં કોઈ ભૂમિકા નિભાવી નથી.' બીજી તરફ મસ્કે સેન્ટ ક્લેયરના દાવાને ખોટા ગણાવ્યા અને કહ્યું કે 'હું હંમેશા પોતાના બાળક માટે ઉદાર સમર્થન આપતો રહ્યો છું.'

માનવામાં આવે છે કે આ બાળક મસ્કનું 13મું બાળક છે. મસ્કના પહેલેથી ત્રણ અન્ય મહિલાઓ તેમની પૂર્વ પત્ની જસ્ટિન વિલ્સન, ગાયિકા ગ્રાઈમ્સ અને ન્યૂરાલિંકની કાર્યકારી શિવોન જિલિસ થકી 12 બાળકો છે. સેન્ટ ક્લેયરની સાથે તેમનો સંબંધ કથિત રીતે મે 2023માં શરૂ થયો હતો અને જાન્યુઆરી 2024માં પ્રેગ્નેન્સીની વાત સામે આવી. 

Related News

Icon