
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અફરાતફરી સર્જાઈ છે. ત્યારે લંડન જતાં આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે. મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું. પ્લેન તૂટી પડતાં 25 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયાં છે. જેમની સારવાર હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.
https://twitter.com/AhmedabadPolice/status/1933134835167445295/
દોડધામ મચી ગઈ
242 મુસાફરોને લઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ કરે ત્યાં જ પ્રચંડ વિસ્ફોટ સાથે દુર્ઘટનાગ્રસ્ત થતાં અનેક મુસાફરોના મોતની આશંકા સેવાઈ રહી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે એરપોર્ટ અને સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ છે.
ફાયર કાફલો રવાના
એર ઇન્ડિયાની આ ફ્લાઈટ બપોરે 1:38 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેકઓફ કરી હતી. ટેકઓફના માત્ર બે જ મિનિટના ટૂંકા ગાળામાં, આંખના પલકારામાં, વિમાનનો પાછળનો ભાગ એક વૃક્ષ સાથે અથડાયો હતો. આ ટક્કર બાદ વિમાન પરનો નિયંત્રણ ગુમાવતા તે નજીકની એક બિલ્ડિંગ સાથે અથડાઈને ક્રેશ થયું હતું. જેથી ઘણા ઈજાગ્રસ્ત થયાં હતાં.