Home / Auto-Tech : Instagram users' curiosity is over, new feature launched by improving upload system

ઇન્સ્ટાગ્રામ યુઝર્સના આતુરતાનો અંત, અપલોડ સિસ્ટમમાં સુધારો કરી લોન્ચ કર્યું નવું ફીચર

ઇન્સ્ટાગ્રામ યુઝર્સના આતુરતાનો અંત, અપલોડ સિસ્ટમમાં સુધારો કરી લોન્ચ કર્યું નવું ફીચર

ઇન્સ્ટાગ્રામ હવે 3:4 એસપેક્ટ રેશિયો ધરાવતા ફોટાઓને શેર કરવા માટે સપોર્ટ કરશે. અગાઉ, ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા ફોટા ક્રોપ થતાં હતાં. મોટાભાગના સ્માર્ટફોનના કેમેરા 3:4 રેશિયો પર ફોટા ક્લિક કરે છે, જે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરતી વખતે ક્રોપ કરવાના પડતાં હતાં. જોકે, ઇન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરીએ જાહેરાત કરી છે કે હવે આ નવી સપોર્ટ સુવિધા ઉપલબ્ધ છે. એટલે કે, યુઝર જ્યારે હવે પોસ્ટ કરશે ત્યારે ફોટો જેવો ક્લિક કર્યો હતો એવો જ શેર થશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફોટો અપલોડ સિસ્ટમમાં સુધારા

આ નવા ફીચરની મદદથી ફોટો અપલોડ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે, જે યુઝર્સના એપ ઉપયોગ અનુભવનુ સુધારણ કરશે. અગાઉ, ફોટાઓ 4:5 રેશિયો પર શેર થતા, પરંતુ હવે એ બદલીને 3:4 કરવામાં આવ્યું છે. તેથી, ફોટો અપલોડ કરતી વખતે ક્રોપ કરવાની જરૂર રહેશે નહીં. આ ફીચર સિંગલ અને મલ્ટી-ફોટો અપલોડ બન્ને માટે કામ કરશે, જે કન્ટેન્ટને વધુ સારી રીતે રજૂ કરવામાં મદદ કરશે.

પ્રોફાઇલ ગ્રીડમાં પણ થયો હતો સુધારો

ઇન્સ્ટાગ્રામે સૌથી પહેલાં તેમની પ્રોફાઇલ ગ્રીડમાં સુધારા કર્યા. પહેલા, ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટા સ્ક્વેર ફોર્મેટમાં દેખાતા, પરંતુ હવે ગ્રીડ રેક્ટેન્ગલ ફોર્મેટમાં જોવા મળશે. રીલ્સ માટે જે મોડલ અપનાવવામાં આવ્યું હતું, તે જ પ્રોફાઇલ પોસ્ટ માટે પણ અપનાવવામાં આવ્યું છે. ઇન્સ્ટાગ્રામે જાન્યુઆરીમાં આ ફીચર લોન્ચ કર્યું, જે ફોટો પોસ્ટિંગ રેશિયોને વધુ અનુકૂળ બનાવે છે.

Related News

Icon