Home / Auto-Tech : Now you can create movie-like videos on Instagram, know the features

હવે ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ જેવો વિડીયો બનાવી શકાશે, જાણો નવા અપડેટના ફીચર્સ

હવે ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ જેવો વિડીયો બનાવી શકાશે, જાણો નવા અપડેટના ફીચર્સ

 ઇન્સ્ટાગ્રામ દ્વારા હાલમાં નવી અપડેટ લોન્ચ કરવામાં આવી છે. આ અપડેટ છે એડિટ્સ એપ્લિકેશન. ઇન્સ્ટાગ્રામે વીડિયો બનાવવા માટે એડિટ્સ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશનની મદદથી હવે યુઝર ફિલ્મો જેવા વીડિયો બનાવી શકશે. આ નવી અપડેટમાં કીફ્રેમ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. એની મદદથી યુઝર વીડિયોમાં કોઈ પણ સમયે તેમને જરૂરી બદલાવ કરી શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ વિશે ઇન્સ્ટાગ્રામના ઓફિશિયલ એકાઉન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું, ‘એડિટ્સમાં કીફ્રેમ્સનો સમાવેશ કરવામાં આવે એ માટે અમને કહેવામાં આવી રહ્યું હતું અને એથી અમે તમારી સાથે એ શેર કરીને ખૂબ જ ખુશ છીએ કે એડિટ્સમાં હવે એ ફીચર જોવા મળશે.’

કીફ્રેમ્સનો ઉપયોગ શું છે?

ઇન્સ્ટાગ્રામ એડિટ્સમાં આઇડિયા ટેબમાં હવે વોઈસ એન્હાન્સમેન્ટ અને ઘણી નવી ટેક્સ્ટ ઇફેક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે કીફ્રેમ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કીફ્રેમ્સની મદદથી યુઝર વીડિયોની કોઈ પણ મોમેન્ટની પોઝિશન બદલી શકે છે, એને રોટેટ કરી શકે છે. તેમ જ વીડિયોને ઝૂમ અને ઝૂમ આઉટ પણ કરી શકે છે. આ સાથે જ કેટલીક ઇફેક્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ મોશન ઇફેક્ટ્સને કારણે યુઝર ચોક્કસ મોમેન્ટને ઇફેક્ટ દ્વારા વધુ હાઇલાઇટ કરી શકે છે. એક રીતે કહેવા જઈએ તો ફિલ્મ જેવી સ્ટાઇલમાં વીડિયો બનાવી શકાય છે.

30થી વધુ ટેક્સ્ટ ઇફેક્ટ્સ

કીફ્રેમ્સની સાથે એડિટ્સમાં હવે નવી 30થી વધુ ટેક્સ્ટ ઇફેક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી ક્રિએટર્સ હવે વિવિધ સ્ટાઇલના ફોન્ટને પસંદ કરી શકે છે. એમાં કેટલાક મસ્તીભર્યા ફોન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વીડિયોમાં કોઈ ચોક્કસ મેસેજને હાઇલાઇટ કરવા માટે આ ટેક્સ્ટ અને મોશન સ્ટાઇલ ખૂબ જ કામ આવી શકે છે. એનાથી વીડિયોની ચમક જ બદલાઈ શકે છે.

વોઈસ એન્હાન્સમેન્ટ

આ નવી અપડેટમાં યુઝર માટે વોઈસઓવરનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. તેમ જ જરૂર ન હોય એવા બેકગ્રાઉન્ડ અવાજને પણ એના દ્વારા કાઢી શકાશે. આ ફીચર પહેલાં ફક્ત વીડિયો ક્લિપ માટે હતું. જોકે હવે એનો ઉપયોગ એડિટ્સમાં કરી શકાશે. આ સાથે જ આઇડિયા ટેબમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. હવે યુઝર્સ ઓડિયો ટ્રેકને સેવ કરી શકે છે. તેમ જ એમાં નોટ્સ પણ રાખી શકે છે.

Related News

Icon