
ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'સ્પિરિટ' ને લઈને છેલ્લા ઘણા દિવસોથી સમાચાર સામે આવી રહ્યા છે. વાંગા અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણ વચ્ચેનો વિવાદ કોઈથી છુપાયો નથી. આ વચ્ચે એક્ટ્રેસ તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) પણ ચર્ચામાં આવી ગઈ છે. આ સમગ્ર વિવાદ વચ્ચે હવે તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) એ દીપિકાની એક રીલ સોશિયલ મીડિયા પર લાઈક કરી છે, જેમાં મહિલાઓ સામે ફેલાવવામાં આવી રહેલી ગેરસમજ અને અન્યાયના મુદ્દાઓને ઉજાગર કર્યા છે.તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) ને સોશિયલ મીડિયા પર એક રીલ લાઈક કરી છે, જેને ફેન્સ દીપિકાના મુદ્દા સાથે જોડી રહ્યા છે. ફેન્સનું માનવું છે કે આ તમન્નાની દીપિકાને સપોર્ટ વ્યક્ત કરવાની રીત હતી. જોકે, હવે તમન્નાએ આ સમગ્ર મામલે દોષનું ઠીકરું સોશિયલ મીડિયા પર ફોડી દીધું છે. તેની હાલત પણ કેટલાક અંશે વિરાટ કોહલી જેવી થઈ ગઈ છે.
તમન્નાએ શેર કર્યો વીડિયો
એક્ટ્રેસે બુધવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો. આ વીડિયોમાં ખાસ જે હતું તે તેનું કેપ્શન હતું. તમન્નાએ વીડિયોમાં કંઈ નહીં કહ્યું, પરંતુ કેટલાક એક્સપ્રેશન બનાવ્યા. આ સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું કે, "શું ઇન્સ્ટાગ્રામ એ ફિગર આઉટ કરી શકે છે કે તે આખરે કેવી રીતે આપમેળે કોઈ પેજ અથવા રીલને લાઈક કરે છે, કારણ કે ઘણા લોકો હવે સમાચાર બનાવી રહ્યા છે અને મારી પાસે ખરેખર ઘણું કામ છે." તમન્ના (Tamannaah Bhatia) ની આ રીલ પર ફેન્સ હવે અલગ-અલગ પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે.
વિરાટે પણ કહી હતી આ વાત
તમન્ના સાથે જે થયું તે થોડા દિવસો પહેલા વિરાટ કોહલી સાથે પણ થયુ હતું. ક્રિકેટર વિરાટ કોહલીએ એક્ટ્રેસ અને ઈન્ફ્લુએન્સર અવનીત કૌરના ફેન પેજની પોસ્ટને ભૂલથી લાઈક કરી દીધી હતી. ત્યારે ઘણો હોબાળો થયો હતો, ત્યારબાદ ક્રિકેટરે ફેન્સને જણાવ્યું હતું કે, તેણે પોસ્ટ લાઈક નહોતી કરી, પરંતુ તે સ્ક્રોલ કરતી વખતે થઈ ગઈ હતી. આ અલ્ગોરિધમનો વાંક છે. હવે તમન્નાએ પણ એ જ વાત કહી છે. તેણે કોઈનું નામ લીધા વિના ઇન્સ્ટાના અલ્ગોરિધમ પર ઠીકરું ફોડી દીધુ છે.