રિલાયન્સ જિયો દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન પાસે 5G સ્પેક્ટ્રમનો ઉપયોગ વાઇ-ફાઇ સર્વિસ માટે ઉપયોગ કરવા માટેની પરવાનગી માગવામાં આવી છે. જુલાઈ 2020 સ્પેક્ટ્રમ ઓક્શન માટેની નોટિસ ઇનવાઈટ એપ્લિકેશનના 2.3 કલમ હેઠળ આ વિનંતી કરવામાં આવી છે. મોબાઇલ ટેક્નોલોજી માટે આપવામાં આવેલા 5G સ્પેક્ટ્રમનો ઉપયોગ અન્ય સર્વિસ માટે કરવામાં આવે તો એ માટે પહેલેથી પરવાનગી લેવી જરૂરી છે આ નિયમ છે. આથી જિયો દ્વારા પરવાનગી માંગવામાં આવી છે. જો આ સર્વિસ માટે પરવાનગી મળી ગઈ તો લોકોની ઇન્ટરનેટ સ્પીડ વધુ ઝડપી થઈ જશે.

