Home / Entertainment : Celebrities congratulate RCB after their win IPL 2025 Champion

વિરાટ કોહલીની RCBની જીત પર રડવા લાગ્યો અલ્લુ અર્જુનનો પુત્ર, આ સેલિબ્રિટીએ ખુશી વ્યક્ત કરી

વિરાટ કોહલીની RCBની જીત પર રડવા લાગ્યો અલ્લુ અર્જુનનો પુત્ર, આ સેલિબ્રિટીએ ખુશી વ્યક્ત કરી

IPL 2025 ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ઐતિહાસિક જીતની અસર ફેન્સ પર જોવા મળી રહી છે. આ ટ્રોફી માટે 18 વર્ષથી RCB રાહ જોતુ હતું. જીત બાદ વિરાટ કોહલી ઇમોશનલ થયો હતો. ફેન્સ અને સેલિબ્રિટી આ જીત માટે વિરાટ કોહલી અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને શુભકામના આપી રહ્યા છે. આ વચ્ચે અલ્લુ અર્જુનનો 11 વર્ષનો પુત્ર અયાન RCBની જીત પર ઇમોશનલ થઇ ગયો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વિરાટ કોહલીની જીત પર રડવા લાગ્યો અયાન

અયાન ખુદને વિરાટ કોહલીનો ફેન્સ ગણાવે છે અને તેને કારણે જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું છે. આ વીડિયો અલ્લુ અર્જુને શેર કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે અલ્લુ અર્જુનનો પુત્ર અયાન ટીવી સ્ક્રીન પર RCBની જીતની ઐતિહાસિક ક્ષણ જોઇ રહ્યો છે. અયાન કહે છે, 'મને કોહલી સાથે પ્રેમ છે, હું તેને ઘણો પસંદ કરૂ છું. મે ક્રિકેટ તેમના કારણે જ રમવાનું શરૂ કર્યું છે.' આ દરમિયાન તે ભાવુક થઇ જાય છે.

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુએ પણ ટ્વીટ કરીને RCBની જીતને શુભકામના પાઠવી હતી.

શિવા રાજકુમારે પણ ટ્વીટ કરતા લખ્યુ, ચેમ્પિયન્સ ઓફ હાર્ટ હવે કપના માલિક છે. અભિનંદન RCB

બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ પણ ટ્વીટ કરતા લખ્યુ, ૧૮ વર્ષ. અસંખ્ય રન. અનંત વિશ્વાસ. અને... નિયતિએ આખરે લાલ રંગ પહેર્યો. વિરાટ કોહલી - એ માણસ જેણે IPLને સૌથી વધુ ગર્જના આપી હતી - આખરે તે ટ્રોફી ઉપાડી લે છે જેનો તે હૃદય, જ્વાળા અને આત્માથી પીછો કરી રહ્યો હતો. આ ફક્ત જીત નથી. આ એક પ્રેમકથા છે જે ગૌરવથી છવાયેલી છે.

આ સાથે જ રશ્મિકા મંદાના, કાર્તિક આર્યન, અજય દેવગણ સહિતના સેલિબ્રિટીઓએ પણ ઇંસ્ટાગ્રામ સ્ટોરી દ્વારા RCBને જીતની શુભકામના પાઠવી હતી.

Related News

Icon