
ગુજરાત સહિત દેશભરમાં કેટલાક લોકો ઝડપથી મોટા પૈસા કમાવવા માટે એનકેન પ્રકારે નુસખાં અપનાવતા હોય છે અને લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે. બોટાદમાં IPOની આડમાં મોટી ઠગાઈ આચરવામાં આવી હતી. બોગસ એપથી 2.54 લાખની ઠગાઈ કરનારા હરિયાણાના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ફરિયાદીને એપ્લિકેશનમાં રૂ. 10,00,893ના નફાનું ખોટું પ્રદર્શન કર્યું
મળતી માહિતી પ્રમાણે, આરોપીઓએ ‘Ad-bir capable′ નામની મોબાઇલ એપ્લિકેશન દ્વારા બોટાદના યુવકને રોકાણ કરવા માટે ઉશ્કેર્યા હતા. ફરિયાદીએ અને તેના મિત્રે મળીને કુલ રૂ. 1,35,000નું રોકાણ કર્યું હતું. બાદમાં આરોપી દ્વારા એપ્લિકેશનમાં ફરિયાદીને રૂ. 10,00,893ના નફાનું ખોટું પ્રદર્શન કરી કુલ રૂ. 2,54,922ની છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે 25 વર્ષીય અનિલ જય કિશન રંગા અને 21 વર્ષીય ઘનશ્યામ સુમન બહાદુર વર્માની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.