સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં IPS અધિકારીઓની નિયુક્તિ બંધ કરવાને લઈને ગૃહ મંત્રાલયને નિર્દેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, સુરક્ષા દળોમાં કાર્યકારી અને કાર્યાત્મક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કેડરના અધિકારીઓને સિનિયર પદ પર તૈનાત કરવા તે જરૂરી છે. આ સાથે અર્ધલશ્કરી દળોમાં IPS અધિકારીઓના લેટરલ એન્ટ્રીને કારણે કેડર અધિકારીઓને ઉચ્ચ હોદ્દા સુધી પહોંચવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે આગામી બે વર્ષમાં ડેપ્યુટેશન પર આવતા IPS અધિકારીઓની નિમણૂક ઘટાડવાનો નિર્દેશ આપ્યો છે.

