
અમેરિકાએ ઇરાનના ત્રણ પરમાણુ ઠેકાણા પર બી-2 બોમ્બવર્ષા કરતા વિમાનો દ્વારા બોમ્બમારો કર્યો હતો જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ ફોર્દો ન્યૂક્લિયર સાઇટ પણ સામેલ છે. અમેરિકાના આ હુમલાને ઇરાને પણ માન્યુ છે. ઇરાનના અધિકારીઓએ કહ્યું કે તેમને ઇસ્ફાહાન અને નતાંજ પરમાણુ ઠેકાણા પાસે હુમલા જોયા છે.
તસ્નીમ સમાચાર એજન્સીના હવાલાથી ઇરાની અધિકારીએ પૃષ્ટી કરી છે કે ફોર્ડો પરમાણુ સ્થળના એક ભાગ પર દુશ્મન હવાઇ હુમલા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ઇરાનનું સરકારી મીડિયા ભડકી ગયું છે. ઇરાનના સરકારી મીડિયાએ કહ્યું કે પરમાણુ ઠેકાણા પર થયેલા બોમ્બમારા બાદ હવે અમેરિકન નાગરિક અથવા સૈનિક ઇરાનના નિશાના પર છે.
આ હુમલા બાદ ઇરાનના પરમાણુ ઊર્જા સંગઠને કહ્યું કે તે પોતાના રાષ્ટ્રીય ઉદ્યોગના વિકાસને નહીં રોકાવા દે- જે દેશના પરમાણુ વિકાસનું સ્પષ્ટ સંદર્ભ છે. એમ પણ કહેવામાં આવ્યું કે અમેરિકાના પરમાણુ સ્થળો પર હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.
ટ્રમ્પે હુમલાને સફળ ગણાવ્યો
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલાને સફળ બતાવ્યા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરતા લખ્યુ, "અમે ઇરાનના ત્રણ પરમાણુ સ્થળો પર પોતાનો સફળ હુમલો પુરો કરી લીધો છે જેમાં ફોર્દો,નતાંજ અને એસ્ફાહાન સામેલ છે. તમામ વિમાન હવે ઇરાનના હવાઇ ક્ષેત્રની બહાર છે. પ્રાથમિક સ્થળ ફોર્દો પર બોમ્બનું પુરો પેલોડ પાડવામાં આવ્યું હતું. તમામ વિમાન સુરક્ષિત રીતે પોતાના ઘરના રસ્તા પર છે."
ઇઝરાયેલે 13 જૂને ઇરાનના સ્થળો પર અચાનક હુમલા કર્યા હતા જેના વિશે ઇઝરાયેલના અધિકારીઓએ કહ્યું કે આ ઇરાન દ્વારા પરમાણુ બોમ્બ બનાવવાના ખતરાને રોકવા માટે જરૂરી હતું. ઇરાન જે લાંબા સમયથી પોતાના પરમાણુ કાર્યક્રમને શાંતિપૂર્ણ ગણાવે છે તેને ઇઝરાયેલમાં મિસાઇલ અને ડ્રોન હુમલા સાથે કાર્યવાહી કરી છે. ઇઝરાયેલના પણ ઇરાનમાં હુમલા ચાલુ છે.