
પાકિસ્તાનની જાસુસી એજન્સી ISI માટે જાસૂસી કરનારા ભારતીય સેનાના જવાન ગુરપ્રિત સિંહ અને તેના સાથી સાહિલ મસીહને બે મહિનામાં બે લાખ રૂપિયા મળ્યા હતા. આ રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવી હતી જેને ગુરપ્રીતે પોતાના સાથી સાહિલના બેન્ક ખાતામાં નંખાવ્યા હતા.
Operation Sindoorની માહિતી પાકિસ્તાનને મોકલી
ગુરપ્રીતે Operation Sindoorની ISIને કેટલાક સૈન્ય ઠેકાણાની જાણકારી મોકલી હતી. કોર્ટે બન્ને આરોપીને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે અને મંગળવારે ફરી કોર્ટમાં હાજર કરાશે. SSP મનિંદર સિંહે જણાવ્યું કે તપાસમાં ખબર પડી કે ગુરપ્રીત સિંહે જમ્મુ સિવાય દિલ્હી કેન્ટ અને મેરઠ કેન્ટમાં પણ ફરજ બજાવી છે.
પોલીસને શંકા છે કે તે લાંબા સમયથી ISIના એજન્ટ રાણા જાવેદના સંપર્કમાં હતો, જમ્મુની સાથે સાથે દિલ્હી, મેરઠ અને પંજાબના કેટલાક સૈન્ય ઠેકાણાની જાણકારી રાણા જાવેદના માધ્યમથી ISIને આપી છે.
ગુરપ્રીતનો રાણા જાવેદ સાથે ગામના જ ડ્રગ તસ્કર અર્જન નામના વ્યક્તિએ સંપર્ક કરાવ્યો હતો. તે આ સમયે દુબઇમાં રહે છે. પોલીસ અધિકારીએ જણાવ્યુ કે અર્જનનું LoC જાહેર કરાશે. ધરપકડ કરાયેલા ગુરપ્રીત સિંહના પિતા ગામના જ ગુરૂદ્વારા સાહિબમાં સેવાદાર છે. બન્ને આરોપી અત્યારે ફતાહપુર જેલમાં બંધ છે.