ઇઝરાયલે ગાઝામાં ફરી એકવાર તબાહી મચાવી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પશ્ચિમ એશિયાની મુલાકાતનાં સમાપન સમયે જ શુક્રવાર સવાર સુધીમાં ઇઝરાયલે ગાઝામાં 64 લોકોને મારી નાખ્યા હતા. ત્યારબાદ શનિવારે પણ જબરદસ્ત હુમલા થયા, જેમાં 150 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 450થી વધુ લોકો ઘાયલ થયા છે. અહીં છેલ્લા બે દિવસોમાં 300થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર, ઘેરાબંધી અને બોમ્બમારા વાળા વિસ્તારમાં ગાઝા પટ્ટી હુમલા ઝડપી થયા છે. આ વચ્ચે હમાસ સીઝફાયર પર વાતચીત માટે તૈયાર થઈ ગયું છે. હમાસનાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, 48 શબ ઇન્ડોનેશિયન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યારે 16 શબ નાસેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

