વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત બાદ આપ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ સાબર ડેરી અને ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો કરી હતા અને ગંભીરા બ્રિજ દુર્ઘટનાને વખોડી કાઢી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ઇસુદાન ગઢવીએ આપના કાર્યકરો સાથે હિંમતનગર બહુમાળી ભવનથી ટાવર ચોક સુધી રેલી યોજી હતી. જેમાં તેઓએ સાબરડેરી સહિત સહકારી સંસ્થાઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા અને તાજેતરમાં વડોદરા નજીક બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનાને સખત શબ્દોમાં વખોડી ભાજપ સરકારને આડે હાથ લીધી હતી.
તેઓએ કહ્યું હતું કે ભાજપ શાસિત સરકારમાં બનેલા બ્રિજો પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. ભાજપ સરકારે કરેલા વિકાસના દરેક કામોમાં ભ્રષ્ટાચાર થતું હોવાનું પણ જણાવ્યું હતું. આ રેલીમાં જિલ્લા આપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.