ભરૂચના જંબુસરના શંકરનગરી વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ હતી. પાણી ભરાવવાની સ્થિતિના કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે વર્ષો જૂની ડ્રેનેજ રેલવેની કામગીરીથી પૂરાતા વરસાદી પાણીના નિકાલમાં સમસ્યા ઉભી થઈ છે.
દુર્ગંધયુક્ત પાણીથી રોગચાળો ફેલાવવાની શક્યતા
બીજી તરફ આ દુર્ગંધયુક્ત પાણીથી રોગચાળો ફેલાવવાની શક્યતા છે. શંકરનગરીની મહિલાએ આરોપ લગાવ્યો કે પાણીમાં આમારા છોકરાઓ તણાશે તો જવાબદાર કોણ રહેશે.
સ્થાનિકોને પ્રાંત અધિકારીએ બે દિવસમાં સમસ્યાનો નિકાલ કરવા સૂચના આપી
સ્થાનિકોએ સમગ્ર મામલાની જાણ ધારાસભ્યને રજૂ કરી હતી. ધારાસભ્યએ ઘટનાની જાણ પ્રાંત અધિકારી ડૉ. સુપ્રિયા ગાંગોલી, નગરપાલિકા અને રેલવેના અધિકારીઓને કરી હતી. તમામ અધિકારીઓને સ્થળ પર મોકલ્યા હતા. સ્થાનિકોને પ્રાંત અધિકારીએ બે દિવસમાં સમસ્યાનો નિકાલ કરવા સૂચના આપી હતી. રહીશોએ વહેલી તકે સમસ્યાના નિરાકરણની માંગ કરી છે.