Home / India : SIA raids 20 places in Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરમાં 20 જગ્યા પર SIA દરોડા, પાકિસ્તાની હેન્ડલર્સને જાણકારી આપવાના આરોપમાં કેટલાક સ્લીપર સેલની ધરપકડ

જમ્મુ કાશ્મીરમાં 20 જગ્યા પર SIA દરોડા, પાકિસ્તાની હેન્ડલર્સને જાણકારી આપવાના આરોપમાં કેટલાક સ્લીપર સેલની ધરપકડ

ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે રાજ્ય તપાસ એજન્સી (SIA)એ મેસેજિંગ એપ દ્વારા સુરક્ષાદળો અને મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ વિશે સંવેદનશીલ જાણકારી શેર કરવા સંબંધિત એક ઘટનામાં દક્ષિણ કાશ્મીરમાં કેટલાક સ્થળોએ દરોડા પાડ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NISA)ની સમકક્ષ તપાસ એજન્સીએ કેટલાક લોકોની અટકાયત કરી છે અને દાવો કર્યો છે કે તેમની પાસેથી આપત્તિજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

SIAએ એક ઓફિશિયલ રિલીઝમાં કહ્યું, "જમ્મુ કાશ્મીર પોલીસ કાશ્મીરમાં કામ કરતા આતંકી સહયોગીઓ અને ઓવરગ્રાઉન્ડ વર્કસ (OGW) પર નજર રાખી રહી છે. ટેકનિકલ જાસુસી જાણકારીના સંકેત મળે છે કે કાશ્મીરમાં કેટલાક સ્લીપર સેલ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના હેન્ડલર્સના સીધા સંપર્કમાં હતા અને વોટ્સએપ, ટેલીગ્રામ, સિગ્નલ વગેરે મેસેજિંગ એપ દ્વારા સુરક્ષાદળો અને મહત્ત્વપૂર્ણ સંસ્થાઓની સંવેદનશીલ અને રણનીતિક જાણકારી આપતા હતા."

કાશ્મીરમાં 20 જગ્યાએ SIAના દરોડા

તપાસ એજન્સીએ દક્ષિણ કાશ્મીરના ચાર જિલ્લા-પુલવામા, શોપિયાં, કુલગામ અને અનંતનાગમાં 20 અલગ અલગ સ્થળો પર દરોડા પ્ડયા હતા અને UAPA 1967ની વિવિધ કલમ હેઠળ નોંધાયલા કેસ મામલે તપાસ હાથ ધરી હતી.

 

 

Related News

Icon