Jamnagar news: જામનગરમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે આવેલા સીએમ ભૂપેન્દ્ર પટેલનું એરપોર્ટ પર વિવિધ મહાનુભાવો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીએ કામની ગુણવતા જાળવવા અંગે અધિકારીઓ અને નેતાઓની હાજરીમાં સૂચક ટકોર કરી હતી. તેમને જણાવ્યું હતું કે, શહેરી વિકાસ વર્ષમાં ક્વોલિટી જાળવવી જોઈએ.