અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ટેરિફ બોંબ ઝિંકવાની જાહેરાત કરી છે. તેમણે જાપાનથી લઈને દક્ષિણ કોરિયા પર 25 ટકાથી લઈને 36 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જેના કારણે અનેક દેશો નારાજ થયા છે. આ ક્રમમાં જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબાએ અમેરિકાની ટેરિફ નીતિથી નારાજ થયા છે. તેમણે મંગળવારે (8 જૂન) કહ્યું કે, ‘ટ્રમ્પનો જાપાન પર 25 ટકા ટેરિફ ઝિંકવાનો નિર્ણય ખૂબ જ નિરાશાજનક છે. સમસ્યાનો ઉકેલ લાવવા અને પરસ્પર લાભ માટે દ્વિપક્ષીય ચર્ચા-વિચારણા કરવાના પ્રયાસો ચાલુ રહેશે.’ તેમણે ટ્રમ્પને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, અમારો દેશ રાષ્ટ્ર હિત સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરે.

