ગુજરાત સહિત દેશભરમાં રવિવારે (18 મે) નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશની 23 IITમાં પ્રવેશ માટેની JEE (જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ) એડવાન્સની પરીક્ષાનું આયોજન કરાયું છે. જેમાં JEE મેઇન્સમાં પાસ થયેલા 14.85 લાખમાંથી ક્વૉલિફાય થયેલાં અઢી લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.

