Home / Gujarat / Gandhinagar : Mohit from Ahmedabad secured 12th rank in JEE Advanced

JEE એડવાન્સમાં અમદાવાદના મોહિતે મેળવ્યો 12મો રેન્ક, ગુજરાતના 10 વિદ્યાર્થીઓ TOP 100માં

JEE એડવાન્સમાં  અમદાવાદના મોહિતે મેળવ્યો 12મો રેન્ક,  ગુજરાતના 10 વિદ્યાર્થીઓ TOP 100માં

દેશની વિવિધ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT)માં પ્રવેશ માટેની  જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE)  એડવાન્સ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં પ્રથમવાર ગુજરાતના એક સાથે 10 વિદ્યાર્થી દેશના ટોપ 100 રેન્કમાં આવ્યા છે. વર્ષ 2024માં 6 વિદ્યાર્થી દેશના ટોપ 100માં હતા. જો કે, ગત વર્ષે ગુજરાતની વિદ્યાર્થિની 7માં રેન્ક સાથે દેશના ટોપ 10માં હતી. ત્યારે આ વર્ષે દેશના ટોપ 10 રેન્કમાં ગુજરાતનો એક પણ વિદ્યાર્થી નથી. પરંતુ અમદાવાદનો મોહિત અગ્રવાલ 12મા રેન્ક સાથે દેશના ટોપ 20 રેન્કમાં આવ્યો છે. જેઈઈ એડવાન્સમાં ગુજરાતનું પરિણામ 33 ટકા રહ્યું છે અને ગુજરાતમાંથી 2095 વિદ્યાર્થી એડવાન્સ પરીક્ષામાં ક્વોલિફાય થયા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

18,0422 વિદ્યાર્થીએ જેઈઈની પરીક્ષા આપી હતી

આઈઆઈટીમાં પ્રવેશ માટે જેઈઈ મેઈન બાદ ગત વર્ષે 18મી મેના રોજ દેશભરમાં જેઈઈ એડવાન્સ પરીક્ષા લેવામા આવી હતી. આ વર્ષે આઈઆઈટી કાનપુર દ્વારા પરીક્ષા લેવાઈ હતી અને જેઈઈ મેઈનમાં ક્વોલિફાય થયેલા 2.59 લાખ વિદ્યાર્થીઓમાંથી 18,7223 વિદ્યાર્થીઓએ એડવાન્સ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું. જેમાંથી 18,0422 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી અને જેમાંથી 54378 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે.

જેમાં જનરલ કેટેગરીમાં 17,511, ઓબીસી કેટેગરીમાં 12,822, ઈડબ્લુએસમાં 6500, એસસી કેટેગરીમાં 12,528 અને એસસી કેટેગરીમાં 5017 વિદ્યાર્થીઓ છે. કુલ ક્વોલિફાઈ વિદ્યાર્થીઓમાં 44,974 છોકરાઓ અને 9404 છોકરીઓ છે. જ્યારે ભારતના 54147 અને વિદેશના 13 વિદ્યાર્થીઓ છે તેમજ અન્ય ઓસીઆઈની કેટેગરીઓમાં છે. દેશના ટોપ 100 રેન્કમાં દિલ્હી ઝોનનો અને મૂળ રાજસ્થાનનો વિદ્યાર્થી રજત ગુપ્તા પ્રથમ રેન્કમાં છે. 

ટોપ 100 રેન્કમાં પ્રથમવાર ગુજરાતના છે

ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાંથી આ વર્ષે 6935 વિદ્યાર્થીઓ એડવાન્સ પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયા હતા. જેમાંથી 6343 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જ્યારે 2095 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે. આમ ગુજરાતનું રિઝલ્ટ 33 ટકા રહ્ય છે, જ્યારે દેશના એક સાથે દસ વિદ્યાર્થી આવ્યા ટોપ 100 રેન્કમાં પ્રથમવાર ગુજરાતના છે. અમદાવાદનો વિદ્યાર્થી મોહિત અગ્રવાલ 390માંથી 315 માર્કસ સાથે દેશના ટોપ 20માં આવ્યો છે. ગુજરાત આઈઆઈટી મુંબઈ ઝોનમાં આવે છ ત્યારે મુંબઈ ઝોનમાં 11226 વિદ્યાર્થી ક્વોલિફાય થયા છે. 

ગુજરાતના 30થી વધુ વિદ્યાર્થીઓ દેશના ટોપ 500 રેન્કમાં હોવાનો અંદાજ છે. ગુજરાતમાંથી પ્રથમવાર રેન્કર વધવા સાથે પ્રથમવાર હાઈએસ્ટ રિઝલ્ટ આવ્યુ છે. દેશભરમાં કુલ 23 આઈઆઈટીની 18160 બેઠકો છે, જે માટે હવે જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી દ્વારા ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે અને જે માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. મહત્ત્વનું છે કે આ વર્ષે એડવાન્સનું પેપર ઘણું અઘરૂ રહેતા પ્રથમવાર કટઓફ માર્કસમાં 33 માર્કસનો મોટો ઘટાડો થયો છે. જો કે આ વર્ષે ક્વોલિફાય થનારા પાંચ હજાર વધ્યા છે. ગત વર્ષે 48 હજારથી વધુ ક્વોલિફાય થયા હતા.

Related News

Icon