No CV And Degree Need for Job: બેન્ગલોરની એક સ્ટાર્ટઅપ કંપની એક કરોડ રૂપિયાની જોબ ઓફર કરી રહી છે એ પણ કોઈ પણ ડીગ્રી અને CV વગર. આ માટે જે-તે વ્યક્તિએ ભૂતકાળમાં કામ કર્યું હશે એ દેખાડવાનું રહેશે અને એક નાનકડું ઇન્ટ્રોડક્શન આપવાનું રહેશે. આ જોબ ઓફર એક નાના સ્ટાર્ટઅપના ફાઉન્ડર સુદર્શન કામત દ્વારા ઓફર કરવામાં આવી રહી છે. આ માટે લાંબા-લાંબા ઈન્ટરવ્યૂ પણ લેવામાં નહીં આવે. ફક્ત જે-તે વ્યક્તિના કામને જ પારખવામાં આવશે.

