જો તમે પણ નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ 309 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેની છેલ્લી તારીખ 24 મે 2025 છે. સંબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ aai.aero ની મુલાકાત લઈને અરજી કરી શકે છે.

