Donald Trump controversial Post: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે (પહેલી જૂન) તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક ખૂબ જ વિચિત્ર દાવા સાથે એક પોસ્ટ શેર કરી. તેમની પોસ્ટમાં પૂર્વ પ્રમુખ જો બાઈડેને લઈને કોન્સપિરેસી થિયરી બનાવવામાં આવી હતી. અમેરિકન પ્રમુખે દાવો કર્યો હતો કે જો બાઈડેન 2020માં મૃત્યુ પામ્યા હતા અને તેમના સ્થાને રોબોટિક ક્લોન આવ્યા હતા. સોશિયલ મીડિયા પર એક અજાણ્યા એકાઉન્ટથી શરૂ થયેલા આ કોન્સપિરેસી થિયરીમાં બાઈડેનની હત્યા કરવી અને રોબોટ્સ દ્વારા બનાવેલ નિર્જીવ, મૂર્ખ મશીન દ્વારા બદલવાના અસાધારણ દાવા કરવામાં આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે આ અજાણ્યા એકાઉન્ટથી કરેલી આ પોસ્ટને રિપોસ્ટ કરી છે.

