Home / India : BRS splits into two in Telangana, siblings form opposing factions

તેલંગાણામાં BRS બે ભાગમાં વહેંચાઈ ગયો, ભાઇ-બહેનની સામસામે જૂથ બંધી

તેલંગાણામાં BRS બે ભાગમાં વહેંચાઈ ગયો, ભાઇ-બહેનની સામસામે જૂથ બંધી

રાજકીય સત્તા મીઠી મધ જેવી હોય છે. રાજકારણમાં સક્રિય લોકોના પરિવારો પણ રાજકીય સત્તા મેળવવા મથતા હોય છે. બિહારમાં લાલુપ્રસાદ યાદવનું ફેમિલી હોય કે ઉત્તરપ્રદેશમાં મુલાયમ સિંહ યાદવનું ફેમિલી હોય કે તમિળનાડુમાં સ્ટાલીનનું  ફેમિલી હોય દરેકે પોતાના ફેમિલી પર રાજકીય પરિવારનું લેબલ મારી દીધું છે. આ પરિવારો માટે રાજકીય સત્તા બિઝનેસ સમાન છે. આવુંજ એક રાજકીય ફેમિલી તેલંગાણામાં આકાર લઇ ચૂક્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જ્યારે તેલંગાણાની (BRS) ભારત રાષ્ટ્રીય સમિતિના વડા અને કેસીઆર તરીકે ઓળખાતા કે.ચન્દ્રશેખર રાવના સંતાનો પિતાનો રાજકીય વારસો મેળવવા સામસામે આવી ગયા ત્યારે લોકોને ખબર પડી હતી કે ડખા બહુ વિવાદાસ્પદ બની ચૂક્યા છે. ભારત રાષ્ટ્રીય સમિતિ (BRS)ની ૨૫મો સ્થાપના દિવસ ઉજવાયો ત્યારે આંતરિક ડખા સપાટી પર આવ્યા હતા.

પક્ષના કેટલાક સભ્યો પક્ષને ભાજપ સાથે જોડી દેવા માટે પ્રયાસ કરે છે

પક્ષની સિનીયર નેતા અને ભૂતપૂર્વ સાંસદ કલવાકૂંથ કવિથા(કે.કવિથા)  તેમજ પક્ષના સ્થાપક કેસીઆરની પુત્રીએ આક્ષેપ કર્યો હતો કે તેમના પક્ષના કેટલાક સભ્યો પક્ષને ભાજપ સાથે જોડી દેવા માટે પ્રયાસ કરે છે. તેણે કહ્યું કે ગયા વર્ષે જ્યારે દિલ્હીની લીકર પોલીસી કેસમાં હું દિલ્હીની જેલમાં હતી ત્યારે પણ કેટલાક લોકોએ પક્ષને ભાજપ સાથે મેળવી દેવાની ચાલ શરૂ કરી હતી.

મારા ભાઇને પણ પક્ષને ભાજપ સાથે જોડવાની વાતનો  વિરોધ નથી

'હું આવી કોઇ પણ ચાલનો વિરોધ કરું છું' એમ કહીને તેમણે પત્રકારોને કહ્યું હતું કે, હાલમાં પક્ષનો હવાલો સંભાળતો મારો ભાઇ કેટી રામારાવ(કેટીઆર) પણ પક્ષને ભાજપ સાથે જોડવાની વાતનો  વિરોધ નથી કરતો કે આવું કરતા સભ્યો સામે પગલાં પણ નથી ભરતો. આમ કહીને કવિથાએ પક્ષની નેતાગીરી સામે વાંધો ઉઠાવ્યો હતો.

મારા પક્ષના લોકો નક્કર જવાબ આપવામાં નિષ્ફળ ગયા

કવિથાએ કહ્યું કે મને પ્લાનીંગ સાથે બદનામ કરનાર કોંગ્રેસના કેટલાક સભ્યો સામે પણ મારા પક્ષના લોકો નક્કર જવાબ આપવામાં નિષ્ફળ ગયા છે. જ્યારે હું જેલમાં હતી ત્યારે બીઆરએસને ભાજપમાં ભેળવી દેવાની વાતો બહાર આવી હતી. ત્યારે મેં મારા પિતાને કહ્યું હતું કે ભલે મારે વધુ એક વર્ષ જેલમાં રહેવું પડે પણ પક્ષને સ્વતંત્ર રહેવા દેજો. તેને કોઇની સાથે વિલીન ના કરશો.

કવિથાએ તેના પિતાને લખેલો ખાનગી કાગળ પણ જાહેર થતાં તે ખુબ નારાજ

પક્ષમાંના કેટલાક લોકો પીઠમાં ખંજર ભોંકતા હોય એવું લાગે છે એમ કહીને કવિથા તેના ભાઇ સામે આંગળી ચીંધી રહી છે. કવિથાએ તેના પિતાને લખેલો ખાનગી કાગળ પણ જાહેર થતાં તે ખુબ નારાજ છે અને તે માટે પક્ષની નેતાગીરી એટલેકે તેના ભાઇને જવાબદાર ગણે છે. કેસીઆરે સ્થાપેલો પક્ષ બીઆરએસ અનેક સમસ્યાનો સામનેા કરી રહ્યો છે. હાલમાં પક્ષમાં બે જૂથો સામ સામે છે. એક જૂથ કવિથાનું છે અને બીજું તેના ભાઇ કેટીઆર સાથે છે. આમ કેસીઆરનું ફેમિલી બે ભાગમાં વહેંચાઇ ગયું છે પણ પક્ષ એક છે.

 પ્રજા તરફી વાતો કરો

કવિથાએ તેના પિતા અને ભાઇને કહ્યું હતું કે તમે ભાજપ સાથે પડદા પાછળ હાથ મિલાવવાના બદલે તેમનો જાહેરમાં વિરોધ કરો. સરકારની નીતિઓનો વિરોધ કરો અને પ્રજા તરફી વાતો કરો. 

પક્ષના નેતાઓ કોઇને મળતા નથી એવી પણ ફરિયાદ કવિથાએ કરી છે. કવિથા જેલમાં હતા ત્યારે પક્ષના કેટલાક લોકો અને તેમના ભાઇએ ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા અને પક્ષના ભાજપમાં વિલીનીકરણ સુધીનું વિચાર્યું હતું. છેલ્લા એક વર્ષમાં ભાઇ બહેનના ઝગડામાં તેલંગાણાનો આખો પક્ષ બે ભાગમાં વહેંચાઇ ગયો છે તેનો લાભ ભાજપ અને કોંગ્રેસ બંને ઉઠાવી રહ્યા છે.

Related News

Icon