કડીના કુંડાળ ખાતે મતદાન એજન્ટ બોગસ હોવાના આક્ષેપ સામે મતદાન એજન્ટ જે ફરાર થયો હતો તેણે જ મીડિયા સમક્ષ આવીને નિવેદન આપ્યું હતું..તેણે જણાવ્યું કે કોંગ્રેસના ઉમેદવારે આક્ષેપ કરતા વિવાદના સર્જાય તે માટે હું બહાર નીકળી ગયો હતો. પરંતુ હું બોગસ એજન્ટ નથી મારું નામ ધિરલ પટેલ છે, કોંગ્રેસના ઉમેદવારે મારી પર ખોટો આક્ષેપ લગાવ્યો હતો. હું ભાગી નથી ગયો. તેમણે ફોર્મ ચેક કર્યું છે. મારું ફોર્મ પણ છે અને મારી સહી પણ છે.