
Mehsana News: મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાવલું પોલીસ સ્ટેશન વિસ્તારના અનેક ગામોનો સમાવેશ ઔડામાં થયા બાદ જમીનોના ભાવ સાતમા આસમાને પહોંચ્યા છે. આ કારણે આ વિસ્તારમાં ભુમાફિયાઓ પણ જમીનના નામે લોકોને પોતાના ઝાંસામાં ફસાવી કરોડો રૂપિયા પડાવી લેવાના કિસ્સા બની રહ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
બિલ્ડરને જમીન આપવાના બદલે જીવલેણ હુમલો કર્યો, 19.11 કરોડ પડાવી લીધા અને જમીન પણ ના આપી
અમદાવાદના બિલ્ડર મનન પટેલ દ્વારા કડી તાલુકાના વેકરા ગામ નજીક કરોડોની કિંમતની જમીનનો સોદો કર્યો હતો. પરંતુ બેફામ ભુમાફિયાઓ બિલ્ડર મનન પટેલને જમીન આપવાના બદલે જીવલેણ હુમલો કર્યો હતો અને રૂપિયા 19.11 કરોડ પડાવી લીધા અને જમીન પણ ના આપી. જમીન મેળવવામાં જીવલેણ હુમલાનો ભોગ બનનાર બિલ્ડર મનન પટેલ સાથે ભુમાફિયાઓએ જમીન પોતાના નામે લખાવી લઈ છેતરપીંડી આચરી હતી. આથી કરોડોની ઠગાઈનો ભોગ બનેલા બિલ્ડરે મેહુલ રબારી સહિત કુલ 8 માથાભારે ઈસમો જમીન પચાવી પાડી અને રૂપિયા પડાવી ઠગાઈ આચરવા મામલે બાવલું પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.