
Mehsana News: મહેસાણા અને વિસાવદરમાં ચૂંટણીનું રણશિંગુ ફુંકાઈ ચુક્યું છે. એવામાં કડી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. 68થી વધુ દાવેદારોએ સેન્સ પ્રક્રિયામાં સેન્સ આપી હતી. કડી બેઠક માટે ભાજપમાં દાવેદારોનો જાણે રાફડો ફાટ્યો નિકળ્યો હોય તેવું વર્તાઈ રહ્યું છે. કોંગ્રેસમાં માત્ર 8 દાવેદારો જ્યારે ભાજપમાં 68થી વધુ દાવેદારો નોંધાયા છે. દાવેદારો વધી જતા ટિકિટ કોને મળશે તે પ્રશ્ન લોકમાનસમાં ઉઠી રહ્યો છે.
મહેસાણાની કડી પેટા વિધાનસભા ચૂંટણીમાં લોક ગાયિકા કાજલ મહેરિયાએ ટિકિટ માંગી છે. સેન્સ પ્રક્રિયામાં કાજલ મહેરિયા કમલમ પહોંચ્યા હતા. કાજલ મહેરિયાએ કડી બેઠક પર ચૂંટણી લડવા તૈયારી બતાવી હતી. કાજલ મહેરિયાએ જણાવ્યું હતું કે, 20 વર્ષથી ભાજપ સાથે જોડાયેલી છું. હવે પાર્ટી ટિકિટ આપે તો લોકોની વધુ સેવા કરીશ.