93 વર્ષના પતિએ જ્યારે મંગળ સૂત્ર ખરીદ્યું...
સોશ્યલ નેટવર્ક પર એક હૃદય દ્રાવક વિડીયો જોવા મળી રહ્યો છે. જેમાં ૯૩ વર્ષના વૃધ્ધ પતિ તેમની પત્ની માટે મંગળસૂત્ર ખરીદવા દુકાનમાં જાય છે. સાથે તેમના વૃધ્ધ પત્ની પણ હતી. બંનેએ એક મંગળ સૂત્ર પસંદ કર્યું હતું. દંપત્તિ વચ્ચેની લાગણી જોઇને દુકાનદાર પણ તેમની સાથે વાતોમાં જોડાયા હતા. દંપત્તિને પૂછાયું કે તેમની પાસે કેટલા પૈસા છે? જવાબ મળ્યો કે ૧૧૨૦ રૂપિયા રોકડા છે એમ કહીને તેમણે થેલીમાંથી પરચુરણની બે કોથળી ટેબલ પર મુકી હતી. તેમની નિર્દોષતા જોઇને વિડીયો જોનાર દરેકમાં સંવેદના ઉભી થઇ હતી. વૃધ્ધ યુગલે વાતચીતમાં કહ્યું તે તેમનો એક પુત્ર મૃત્યુ પામ્યો છે અને બીજો દારૂના રવાડે ચઢેલો છે. અમે બંને એકલા રહીએ છીયે. દુકાનદાર પણ ઉદાર હતો. તેણે માત્ર ૧૦ રૂપિયામાં મંગળસૂત્ર આપ્યું હતું.

