2024ની સ્પોર્ટ્સ ડ્રામા 'Chandu Champion' પેરાલિમ્પિક્સમાં ભારતના પ્રથમ સુવર્ણ ચંદ્રક વિજેતા પદ્મશ્રી મુરલીકાંત પેટકરના જીવન પર આધારિત હતી. 1972માં પશ્ચિમ જર્મનીમાં યોજાયેલી સમર પેરાલિમ્પિક્સમાં પેટકરે 50 મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ફિલ્મમાં કાર્તિક આર્યન (Kartik Aaryan) એ મુરલીકાંત પેટકરની ભૂમિકા ભજવી હતી. 'બજરંગી ભાઈજાન', 'એક થા ટાઈગર' અને '83' ડિરેક્ટ કરનાર કબીર ખાને 'ચંદુ ચેમ્પિયન' (Chandu Champion) પણ ડિરેક્ટ કરી હતી. જોકે, આ ફિલ્મ માટે કાર્તિક આર્યન (Kartik Aaryan) તેની પહેલી પસંદ નહતો.

